Thu Sep 10 2026

Logo

સુપ્રીમ કોર્ટનો ભારતીય રેલવેને આંચકો, ચૂકવવો પડશે 15,000 કરોડનો વીજ સરચાર્જ

2026-05-19 17:32:05
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટનો ભારતીય રેલવેને આંચકો, ચૂકવવો પડશે 15,000 કરોડનો વીજ સરચાર્જ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ ભારતીય રેલવેને મોટો આંચકો આપ્યો છે. જેમાં કોર્ટે રેલવેને  ડિમ્ડ ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ ધારક તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના મતે રેલ્વે વીજળીનો ગ્રાહક છે વિતરક નથી. જેના લીધે હવે રેલવેએ ઓપન એક્સેસથી મેળવેલી વીજળી માટે સરચાર્જ અને વધારાનો સરચાર્જ ચૂકવવો પડશે. જેના પગલે રેલવેએ બાકી 15,000 કરોડની રકમ ચૂકવવી પડશે. 

રેલવેને વીજળી કાયદા હેઠળ કોઈ ખાસ દરજ્જો નથી મળતો 

આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રેલવે વીજળી કાયદા હેઠળ કોઈ ખાસ દરજ્જો મેળવવાનો હકદાર નથી. તેણે અન્ય કોઈપણ ઔદ્યોગિક એકમની જેમ જ તેના વીજળી વપરાશ પર લાગુ પડતા તમામ સરચાર્જ ચૂકવવા પડશે.  

રેલવે દ્વારા દાખલ કરાયેલી આઠ અપીલોને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટની  બેન્ચે રેલવે દ્વારા દાખલ કરાયેલી આઠ અપીલોને ફગાવી દીધી હતી. કોર્ટે વીજળી માટે અપીલ ટ્રિબ્યુનલના અગાઉના ચુકાદાને માન્ય રાખ્યો છે. આ ચુકાદાથી રાજ્ય સંચાલિત વીજ વિતરણ કંપનીઓને નોંધપાત્ર રાહત મળી છે. આ ચુકાદાથી  રેલવેના બજેટ પર ગંભીર અસર પડી શકે છે.

ભારતીય રેલ્વે વાર્ષિક 33 અજબ યુનિટથી વધુ વીજળી વાપરે છે

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વે વાર્ષિક 33 અજબ યુનિટથી વધુ વીજળી વાપરે છે. આ ચુકાદા બાદ  રેલ્વેને ભૂતકાળના બાકી લેણાં ચૂકવવા પડશે. રાજ્યના આધારે  આ ક્રોસ-સબસિડી સરચાર્જ 50 પૈસાથી લઈને ₹2.50 પ્રતિ યુનિટ સુધીનો છે.