Tue Aug 25 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સઃ મીરાંબાઈએ ભારતને વિક્રમ સાથે પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો

Glasgow   2026-07-26 21:08:00
Author: Ajay Motiwala
કૉમનવેલ્થ ગેમ્સઃ મીરાંબાઈએ ભારતને વિક્રમ સાથે પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો

ગ્લાસગોઃ ભારતની સ્ટાર વેઇટલિફ્ટર સૈખોમ મીરાંબાઈ ચાનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનું ગોલ્ડ મેડલનું ખાતું ખોલાવ્યું છે. તે આ વખતની કૉમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય ઍથ્લીટ બની છે.

મીરાંબાઈએ રવિવારે 48 કિલો વર્ગમાં આ રમતોત્સવના વિક્રમો સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

31 વર્ષની મીરાંબાઈએ સ્નૅચમાં 85 કિલો વજન ઊંચકીને કૉમનવેલ્થનો નવો વિક્રમ રચ્યો હતો. ક્લીન ઍન્ડ જર્કમાં તેણે 105 કિલો વજન ઊંચકીને પણ રેકૉર્ડ બનાવ્યો હતો અને તેણે કુલ 190 કિલો વજન ઊંચક્યું હતું.

સતત કૉમનવેલ્થ ગેમ્સમાં મીરાંબાઈ ગોલ્ડ મેડલ જીતી છે. આ પહેલાં તે 2018માં અને 2022માં સુવર્ણચંદ્રક જીતી હતી.

ટોક્યો ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ મીરાંબાઈ 2014માં અહીં જ આયોજિત આ રમતોત્સવમાં સિલ્વર જીતી હતી.