Tue May 19 2026

Logo

ટ્વિશા શર્માના મોત કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

2026-05-19 18:35:35
Author: Chandrakant Kanoja
Article Image

ભોપાલ: જાણીતી મોડલ અને  મિસ પુણે રહી ચૂકેલી ટ્વિશા શર્માનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જોકે, તેની બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે આ અંગે પ્રકાશમાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં  ટ્વિશા શર્માએ સાસરીમાં જિમ્નેસ્ટિક્સ બેલ્ટનો ઉપયોગ કરીને જીવન ટુકાવ્યું હતું. 

ફરીથી પોસ્ટમોર્ટમ તપાસ કરવાની વિનંતી 

આ અંગે પોલીસ જણાવ્યું હતું કે લાશ છત સાથે જોડાયેલા જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર લટકતી મળી આવી હતી. ત્યારબાદ આ બેલ્ટને તપાસમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટ્વિશા શર્મા પરિવારે ભોપાલ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરીને  ફરીથી  પોસ્ટમોર્ટમ તપાસ કરવાની વિનંતી કરી છે. ટ્વિશા શર્મા નોઈડાની રહેવાસી હતી અને ભોપાલ તેનું સાસરું હતું. 

બેલ્ટ છત પરના પાઇપ સાથે બાંધેલો હતો

જોકે, એ બાબત પણ પ્રકાશમાં આવી છે કે, ટ્વિશા શર્માની લાશને  છત સાથે જોડાયેલા જિમ્નાસ્ટિક બેલ્ટ પરથી નીચે ઉતારવામાં આવી હતી. આ બેલ્ટ છત પરના પાઇપ સાથે બાંધેલો હતો  અને પ્રાથમિક તપાસ મુજબ તેનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર  પોસ્ટમોર્ટમ તપાસ સમયે બેલ્ટ લાશ સાથે મોકલવામાં આવ્યો ન હતો. જ્યારે પોલીસે બે દિવસ પહેલા તેને તપાસ માટે ઉપલબ્ધ કરાવ્યો હતો.

આરોપી પતિ સમર્થસિંહનો પાસપોર્ટ રદ્દ કરાવવાની પ્રક્રિયા શરૂ

આ ઉપરાંત પોલીસ આરોપી પતિ સમર્થસિંહનો પાસપોર્ટ રદ્દ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સમર્થની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેથી તે કોઈ કાળે વિદેશ ભાગી ન શકે. સમર્થ પર 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે જુદી-જુદી ટીમ તૈયાર કરીને એમની શોધ શરૂ કરી દીધી છે. ભોપાલમાં નોઈડા નિવાસી ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસે દરેક પાસા પર તપાસ કરવાનું શરૂ કર્યું છે.