Thu Mar 12 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ આવશ્યક પ્રોટીન P53 કેન્સર ને રોકે છે...

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

ડૉ. હર્ષા છાડવા

પ્રોટીન શરીરના બંધારણ વૃદ્ધિ અને સમારકામ માટે આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ છે જે ત્વચા હાડકાં વાળ અને નખના નિર્માણ માટે જરૂરી બિલ્ડિંગ બ્લોક તરીકે કામ કરે છે. ઉત્સેચકો હાર્મોનનું સતુંલન જાળવવા રોગ પ્રતિકારક શક્તિ માટે, પેશીઓના સમારકામ ચેપી રોગની સામે લડવા માટે પ્રોટીન આવશ્યક છે. આજકાલ પ્રોટીનની ઊણપ વધુ દેખાવા લાગી છે. ભારતીય ભોજનમાં દાળનું મોટું લિસ્ટ છે. છતાંય પ્રોટીનની ઊણપ છે એનું કારણ ભોજન શૈલીમાં બગાડ થવો તે છે. રિફાઈન્ડ તેલ, સાકર, સોડા, જંકફૂડનો વપરાશ બાહ્ય ડબ્બા પેક ભોજન જેવી બાબતોના કારણે પ્રોટીનની ઊણપ સર્જાય છે.

p53 એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટ્યૂમર સપ્રેસર પ્રોટીન છે. જે ગુણસૂત્ર (ક્રોમોસોમ) સત્તર TP53 જીન દ્વારા બને છે. જે સેલમાંના ડી.એન.એ.માં સંરક્ષકના રૂપમાં કાર્ય કરે છે. જે કેન્સર રોધક છે. p53    જીન R6 જીનની જેમ એક ટ્યૂમર અવરોધ જીન છે જે શરીરમાં ટ્યૂમરના નિર્માણને રોકે છે. જેમ જેમ આયુ વધે ઈમ્યુનિટી ઓછી થાય ને p53  પ્રોટીનમાં ક્ષતિ પહોંચે ત્યારે કેન્સર કે ટ્યૂમરનું નિર્માણ થાય છે. લગભગ બધા જ પ્રકારના કેન્સરમાં R6 ની ક્ષતિ જ કારણ હોય છે.

p53 જીન ગુણસૂત્ર સત્તર પર સ્થિત હોય છે જે ડી.એન.એ. સાથે જોડાય અને p2 જીન નામક પ્રોટીન ઉત્પન્ન થાય જે કોશિકા (સેલ) ને વિભાજિત થતી રોકે. આ ઉપલબ્ધ ન હોય તો કોશિકા (સેલ)નું વિભાજન અનિયંત્રિત થાય અને કેન્સર કે ટ્યૂમર થાય છે. એટલે કે p53  પ્રોટીન પોતાનું કાર્ય બંધ કરી દે ત્યારે કેન્સર થાય છે. છાતીનું કેન્સર, યકૃત, ત્વચા, ફેફસા, કોલોન જેવા કેન્સર થાય છે. ખરાબ કે ક્ષતિગ્રસ્ત થયેલી કોશિકા (સેલ) મરતા નથી તે અનિયંત્રિત રૂપથી વધતા રહે છે.

એક સંશોધન પ્રમાણે સાબિત થયું છે કે p53  પ્રોટીન જે લગભગ ચારસો અમાયનો એસિડ મળીને આ પ્રોટીન બને છે જે પ્રમુખ સંયોજન છે. આની રચના ચતુર્ભુજ આકારની છે. જે પૂર્ણ પ્રોટીન છે. જે પ્રોટીન કાર્બોહાઈડ્રટ અને વસાની સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. ચાલીસની આયુ પછી માંસપેશી ધીરે ધીરે ઓછી થવા લાગે છે. જેને સાર્કોપેનિયા કહેવાય છે. જેમ જેમ ઉંમર વધવા લાગે આની ગતિ વધી જાય છે. શારીરિક શક્તિમાં ઓછપ, સંતુલન સંબંધી સમસ્યા ઉત્પન્ન થાય છે. આ પ્રોટીનની હાનિના કારણે હાર્મોનલ પરિવર્તન પોષક તત્ત્વોની કમી થાય છે.

p53 પ્રોટીન એન્ટીબોડી બનાવવા વાયરસ બેકટેરિયા અને અન્ય રોગજનકોની રોક થામ માટે જરૂરી છે. હિમોગ્લોબીન જેવા પ્રોટીન માટે ફેફસાના ઉત્તકોને ઓક્સિજન પહોંચાડવા માટે અલ્બીમ્યૂન અને લિપ્રો પ્રોટીન જેવા અન્ય પરિવહન પ્રોટીન, ખનિજ તત્ત્વોને સુરક્ષિત રાખવા પ્રોટીનનું નિર્માણ થવું જરૂરી છે. દરેક સેલનો સિક્યોરિટી ગાર્ડ છે. દરેક સેલમાં p53 હોય છે. p53 ની મજબૂતી ખૂબ જ જરૂરી છે.

યુનિવર્સિટી ઓફ શિકાગોના અધ્યયન મુજબ આ વાતનો ખુલાસો થયો કે p53 અને એલ.આઈ.એફ. મળીને હાથીઓને સુપર કેન્સર પ્રતિરોધી બનાવે છે. જોમ્બી જીન p53 ની સાથે કામ કરી ડી.એન.એ. રિપેર કરે અને કેન્સર પ્રતિરોધી વધારે છે. આ પ્રક્રિયા એપોપ્ટોસિસ વધારે છે જે અનિયંત્રિત સેલની ગ્રોથ થવા દેતી નથી કે રોકે છે. p53 કોપીઝ ડી.એન.એ. (ખરાબ ડી.એન.એ.)ની શોધ કરીને સેલની અનિયંત્રિત ગ્રોથને રોકે છે. 

હાથીમાં p53 ની વીસ કોપીઝ હોય છે અને માનવમાં ફક્ત એક જ છે. જે કેન્સરથી બચાવે છે. આને કારણે હાથીને આજના સમય સુધી ક્યારેય કેન્સર નથી થયો. હાથી પોતાને જે યોગ્ય છે તેજ વસ્તુઓનો ખાવામાં ઉપયોગ કરે છે. માનવ એ બાહ્ય, વધુ પ્રોસેસવાળો ખોરાક તેમજ રિફાઈન્ડ પ્રોડક્ટસના વપરાશ, જીવનશૈલી અસ્તવ્યસ્તના કારણે આમ p53 પ્રોટીન બનાવી રાખવા જ્યારે અસમર્થ થાય છે ત્યારે કેન્સર જેવી બીમારીઓ થાય છે.

p53 પ્રોટીન માટે કોઈ ખાસ ભોજન લેવાની જરૂર નથી. ખરાબ ભોજનને બંધ કરવાની જરૂર છે. જીવનશૈલી સુધારવી, અપ્રાકૃતિક ભોજન રિફાઈન્ડ સાકરનો ઉપયોગ સદંતર બંધ કરી દેવાથી શરીરમાં p53 પ્રોટીન બરાબર કામ કરે છે.

પાંદડાવાળી શાકભાજી, તેમ જ બીજી શાકભાજીનો ઉપયોગ સારા પ્રમાણ કરવો જરૂરી છે. ફળનો ઉપયોગ સીધેસીધો જ કરવો તેને પ્રોસેસ કરીને ન લેવા. વધુ મિક્સ કરેલા જ્યુસ ન લેવા. જડીબૂટ્ટીઓના કાઢા (જે ચહાની જગ્યાએ લઈ શકાય) તે લેવા. ગ્લુકોઝને કાબૂમાં રાખતી ખાટી વસ્તુઓ આમલી, ગોરખઆમલી, કોકમ, બીટ, સ્ટારફ્રૂટ, બીમલી મલબાર આમલાં, લીંબુ જેવા પદાર્થોનો ઉપયોગ ભોજનમાં અવશ્ય કરવો. સારું પ્રોટીન બનાવવા દાળનો ઉપયોગ કરવો. બધા જ કઠોળને સાતથી આઠ કલાક પલાળી પછી જ રાંધવા. ફણગાવેલા કઠોડનો ઉપયોગ ભોજનમાં અવશ્ય કરવો જેથી અમાયનો એસિડ ભરપૂર માત્રામાં છે જે પ્રોટીનનું નિર્માણ કરે છે.

શરૂઆતથી બાળકોને સાકરનું સેવન, ચોકલેટ, આઈસક્રીમ, ઠંડા પીણા ન આપો. ઘરમાં બનતા જ્યુસ અને ઘરનું ભોજન જેમાં પ્રોટીન હોય તેવા ખાદ્ય પદાર્થનો ઉપયોગ જ આગળ જતા બધી બીમારીઓથી બચાવશે. તેમજ વ્યાયામ ખૂબ જ જરૂરી છે. સાકરને સદંતર બંધ કરવી એ ખૂબ જ જરૂરી બાબત છે.