નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદા-જુદા કોન્ટેટ તૈયાર કરીને ઈન્ફ્લુએંસર બનાનારાઓની ફૌજ ઊભી થઈ ગઈ છે. પણ ક્યારેક એવું બને છે કે, વધારે પડતા ફોલોઅર્સ આવતા તેઓ પોતાને એક સેલિબ્રિટી માનવા લાગે છે. લાખો કરોડોના કોલાબ અને અલગ લાઈફસ્ટાઈલને કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. હવે અપૂર્વા મખીજા નામની ઈન્ફ્લુએંસરનું નિવેદન ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તે રેબલ કિડથી જાણીતી છે. હવે આ સોશિયલ મીડિયા 'સેલિબ્રિટી'ને લોકો દિલ ખોલીને ટ્રોલ કરી રહ્યા છે.
ટ્રોલર્સનો શિકાર કેમ થઈ?
અપૂર્વાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને કોમ્પ્રોમાઈસ લઈ વાત કરી રહી છે. આ વિડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે, જ્યારે કોમેડિયન પ્રણીત મોરે '₹370ની બિરયાની' વિવાદને લઈને ચર્ચામાં છે. અપૂર્વાને આ મામલે ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષ 2020માં અપૂર્વાએ સોશિયલ મીડિયા પર કોન્ટેટ બનાવવાની શરૂઆત કરી હતી. યુટ્યુબ વિડિયો અને ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં યુવાનો એને ફોલો કરી રહ્યા છે. ઓછા જ સમયમાં તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ અને પોપ્યુલર પણ બની ગઈ. સમય રૈનાના શૉ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર તે જોવા મળી હતી. શૉમાં નહીં પણ તે કોઈ વિવાદના કેન્દ્રમાં ગઈ હોય એવું બન્યું.

એવું તે શું બોલી ગઈ આ?
શૉ દરમિયાન એના દ્વારા જે અભદ્ર ટીપ્પણીઓ થઈ અને જે પ્રકારની ભાષા તે બોલી એના કારણે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એ પછી એની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં તે કહે છે કે, સારી ઓફર મળે તો તે 'કોપ્રોમાઈસ' કરવા પર વિચાર કરી શકે છે. બે રૂપિયાના રોલ માટે હું કોઈની સાથે બેડ પર સૂઈસ નહીં.દુબઈનો કોઈ શેખ મારી સામે 10થી 15 કરોડ રૂપિયા ફેંકે તો હું વિચાર કરી શકું, એના જ વિડિયો પર એક યુઝરે એવું લખ્યું કે, આવી વાત કરવાથી શું ફાયદો? આવા ઈન્ફ્લુએન્સરને શા માટે આટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખોટી વાતને પ્રાધાન્ય મળી રહ્યું છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, આને કોઈ ભારતની બાહર મૂકીને આવો.અન્ય એક યુઝરે એવી કોમેન્ટ કરી કે, આવું બોલવાના પણ પૈસા મળતા હશે?

કોમેન્ટનો ઢગલો થઈ ગયો
આ સિવાય બીજા કેટલાક યુઝર્સે તો આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એક યુઝરે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે, આવી ઈન્ફ્લુએન્સર યુથને કઈ બાજું લઈ જઈ રહી છે. આવી ઈમ્પ્રેશનની કોઈ જરૂર ખરા?એક યુવતીએ એવી કોમેન્ટ કરી કે, આ વિડિયો એના ફેમિલી અને ફ્રેન્ડ સુધી જવો જોઈએ, આના બોલવા પરથી આના સંસ્કાર દેખાઈ રહ્યા છે. અન્ય એક યુઝરે કહ્યું કે, પૈસા કમાવવાના ચક્કરમાં મર્યાદા અને સંસ્કાર આજની પેઢી ભૂલી રહી છે. અન્ય એક યુઝરે ઉઘાડું લખી દીધુ કે, શરીર વેચીને પૈસા કમાવવાની સલાહ આપનારી આવી ઈન્ફ્લુએન્સર શું સાબિત કરવા માગે છે?અન્ય એક યુઝરે લખ્યું કે, પૈસા સિવાય પણ ઘણી પોલિસી જીવનમાં ઉપયોગી હોય છે.
