Sat Sep 05 2026

Logo

બુધવારે સવારે મેસીના આર્જેન્ટિનાની પ્રથમ મૅચઃ રાત્રે પોર્ટુગલનો રોનાલ્ડો પણ છવાઈ જશે

Houston   2026-06-16 22:24:08
Author: Ajay Motiwala
બુધવારે સવારે મેસીના આર્જેન્ટિનાની પ્રથમ મૅચઃ રાત્રે પોર્ટુગલનો રોનાલ્ડો પણ છવાઈ જશે

કૅન્સસ/હ્યુસ્ટનઃ ફિફા વર્લ્ડ કપના આરંભને પાંચ દિવસ થઈ ગયા, પરંતુ કરોડો ક્રિકેટપ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યા છે એ દિવસ હવે આવી પહોંચ્યો છે. બુધવાર, 17મી જૂને (ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યાથી) આર્જેન્ટિના અને અલ્જિરિયા વચ્ચે મુકાબલો છે. લિયોનેલ મેસી ઈજાને લીધે કદાચ નહીં રમે એવી અગાઉ વાત હતી, પણ મોટા ભાગે તે રમશે એવો અહેવાલ પણ મળ્યો હતો.

2022ના પાછલા વર્લ્ડ કપના ચૅમ્પિયન અને સુપરસ્ટાર મેસીથી બુધવારે ગ્રૂપ-જેની મૅચમાં અલ્જિરિયાના ડિફેન્ડરો ખાસ ચેતશે અને મિડફીલ્ડરો તેમ જ અન્યો મેસીને કાબૂમાં રાખવા કોઈ કસર બાકી નહીં રાખે.

બુધવારની બીજી મહત્ત્વની મૅચ (રાત્રે 10.30 વાગ્યાથી) પોર્ટુગલ અને ડીઆર કૉન્ગો વચ્ચે રમાશે જેમાં પોર્ટુગલ (Portugal)નો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કૉન્ગો (Congo)ના ખેલાડીઓ પર તૂટી પડશે. યાદ રહે, આ વખતે મેસી અને રોનાલ્ડો લગભગ છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યા છે અને તેઓ શરૂઆતની મૅચથી જ દમદાર પર્ફોર્મ કરશે.

બુધવારે ઑસ્ટ્રિયા અને જોર્ડન વચ્ચે પણ મુકાબલો (સવારે 9.30 વાગ્યાથી) છે. એ પહેલાં, બુધવારે પરોઢિયે (3.30 વાગ્યાથી) ઇરાક અને અર્લિંગ હાલૅન્ડના નોર્વે વચ્ચેની મૅચ રમાશે. દરમ્યાન, બુધવારે મધરાત બાદ 1.30 વાગ્યાથી ઇંગ્લૅન્ડ અને ક્રોએશિયા વચ્ચે જંગ થશે.