Mon Oct 05 2026

Logo

નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ અને કુંજરાણી દેવીને કરાયા સામેલ

2026-06-15 21:31:59
Author: Mumbai Samachar Team
નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ અને કુંજરાણી દેવીને કરાયા સામેલ

નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારા ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ અને વેઇટલિફ્ટિંગના દિગ્ગજ ખેલાડી એન. કુંજરાણી દેવીને Eps કેન્દ્ર સરકારની પંચ સભ્યોની ‘સર્ચ-કમ-સિલેક્શન કમિટી’માં સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ ‘નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ’ની રચના કરશે.
 
કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથન આ પેનલનું નેતૃત્વ કરશે. પેનલમાં હરિ રંજન રાવ (સેક્રેટરી, સ્પોર્ટ્સ) અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનમાંથી લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) હરપાલ સિંહ પણ સામેલ હશે. નારંગ અને કુંજરાણી સમિતિમાં એવા સભ્યો છે જેઓ રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર વિજેતા છે.

રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે "આ સમિતિનું કામ બોર્ડના અધ્યક્ષ અને બોર્ડના બે સભ્યોના પદ માટે નામોની પેનલની ભલામણ કરવાનું છે, જેમાં ક્ષમતા, પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિઓ, જાહેર વહીવટ, રમતગમત શાસન, રમતગમત કાયદો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે,".

નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓને માન્યતા આપવા અને  આ વર્ષની શરૂઆતમાં અમલમાં આવેલા નેશનલ સ્પોર્ટ્સ ગવનન્સ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલા શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જવાબદાર કેન્દ્રીય સત્તા તરીકે કાર્ય કરશે.