Tue Jun 16 2026

Logo

'કલ્કી ૨' માંથી દીપિકાની એક્ઝિટ? હવે કઈ અભિનેત્રીની થઈ એન્ટ્રી!

2026-06-16 21:03:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડ માટે વર્ષ 2026 જાણે સિક્વલ ફિલ્મોનું વર્ષ હોય એવું લાગી રહ્યું છે. 'વેલકમ' અને 'ધમાલ' જેવી ફિલ્મના ટ્રેલર  રિલીઝ થઈ ચૂક્યા છે. અનેક એવી સ્ટારકાસ્ટના નવા-નવા અવતાર મોટી સ્ક્રિન પર જોવા મળવાના છે. આ સિક્વલના માહોલ વચ્ચે વર્ષ 2024માં આવેલી સુપરહિટ ફિલ્મ 'કલ્કી' તેની સિક્વલ મેકિંગને લઈને ફરીવાર ચર્ચામાં છે. હવે 'ક્લકી-2' આવવાની છે એવી ચર્ચા વચ્ચે મેકિંગને લઈ લેવાયેલા નિર્ણય ચર્ચામાં છે. હવે સિક્વલ ફિલ્મમાં કાસ્ટિગને લઈ નવી અપડેટ જાણવા મળી છે. વાત મૂળ એવી હતી કે, આ સિક્વલ ફિલ્મમાં દીપિકા ફાઈનલ છે એવું માનવામાં આવી રહ્યું હતું. પછી દીપિકાએ અચાનક કલ્કી-2થી અંતર બનાવી લેતા હવે એના નામ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 

મેકર્સે કોના પર પસંદગી ઊતારી



વાવડ એવા છે કે, દીપિકા પાદુકોણના બદલે હવે લીડ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ પર મેકર્સે પસંદગી ઊતારી છે. હવે ફિલ્મની સ્ટોરીમાં આલિયા કયુ પાત્ર પ્લે કરે છે એ જોવાનું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. હાલ તો મેકર્સે કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે,આલિયા ભટ્ટ ફિલ્મમાં જે પાત્ર ભજવવાની છે એ નક્કી થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું શુટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ શેડ્યુલમાં અમિતાભ બચ્ચન, કમલ હસન અને અન્ય કેટલાક કલાકારો પણ જોડાઈ ચૂક્યા છે. હવે ન્યૂઝ એવા મળી રહ્યા છે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર પ્લે કરી શકે છે. મેકર્સ તરફથી કોઈ સ્પષ્ટતા નથી પણ શુટિંગ શેડ્યુલ વચ્ચે આ વિષય પર ખાસ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

કેટલો વકરો કર્યો હતો?

દીપિકાઆ ફિલ્મમાં પહેલા સુમતિનું પાત્ર પ્લે કરવાની હતી પણ હવે આલિયાને નાગ અશ્વિને કોઈ નવો રોલ આપી દીધો છે. વૈજયંતિ મુવીઝના પ્રોડક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'કલ્કી'ને ઈન્ટરનેશનલ લેવલના પ્રોડક્શન સ્ટાન્ડર્ડ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. મ્યુઝિકની એક અલગ છાપ ઊભી કર્યા બાદ બીજાભાગમાં પણ મ્યુઝિક એટલું જ પ્રભાવશાળી રહેવાનું છે. આ પ્રોજેક્ટમાં હવે સંગીતકાર સંતોષ નારાયણ જોડાઈ ગયા છે. વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ કલ્કીએ 600 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. ડૉમેસ્કિટ બોક્સ ઓફિસ પર 646 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું હતું. જ્યારે વર્લ્ડવાઈડ ક્લેક્શન 1042 કરોડ સુધી પહોંચી ગયું હતું. રિપોર્ટમાંથી વાત એ પણ જાણવા મળી હતી કે, સુમતિના પાત્ર માટે આલિયાની પસંદગી થઈ નથી, જે પહેલા ભાગમાં દીપિકાનું હતું.આલિયાએ આ ફિલ્મ સિકવન્સના કેટલાક સીન પણ શૂટ કરી લીધા હોવાનું જાણવા મળે છે. 

મેકર્સનું મૌન

સમગ્ર પ્રોજેક્ટને લઈને મેકર્સે મૌન સેવી લીધું છે. દીપિકા આ ફિલ્મમાંથી દૂર થયા બાદ હવે તેનું પાત્ર સાઈ પલ્લવી પ્લે કરી રહી છે. હૈદરાબાદમાં ચાલી રહેલા શુટિંગને લઈને ખાસ કોઈ અપડેટ જાહેર કરવામાં આવી નથી પણ જે રીતે સ્ટારકાસ્ટ સ્વેપ થઈ રહી એ ધ્યાને લેતા ફિલ્મનો બીજોભાગ દમદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફિલ્મની વાર્તા પહેલા ભાગને લઈને આગળ વધશે એ નક્કી મનાય રહ્યું છે. નવા પાત્રો અને નવા ટ્વિસ્ટ સાથે ફિલ્મ શુટ થઈ રહી છે જેનું ટ્રેલર અને રિલીઝ ડેટ આગામી વર્ષે જાહેર થઈ જશે.