Wed Sep 09 2026

Logo

બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ જરુરી નહીં, વિદેશ જનારા માટે મોટો ફેરફાર; ક્યારથી લાગૂ થશે નિયમ

2026-08-23 14:54:55
Author: Mumbai Samachar Team
બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ જરુરી નહીં, વિદેશ જનારા માટે મોટો ફેરફાર; ક્યારથી લાગૂ થશે નિયમ

જો તમે પણ વિદેશ યાત્રા કરો છો આ સમાચાર તમારા કામના છે. જી હાં, દેશના મહત્વના ઇન્ટરનેશનલ એરપોર્ટથી  વિદેશ યાત્રા કરનારા માટે મોટા અને રાહત ભર્યા સમાચાર આવ્યા છે. 1 સપ્ટેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દ્વારા વિદેશ જનારા યાત્રીઓને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર પોતાના બોર્ડિંગ પાસ પર ફિઝિકલ મોહર એટલે કે સ્ટેમ્પ લગાવવાની જરૂરિયાત નહીં રહે. હોમ મિનિસ્ટ્રી (MHA) હેઠળ કામ કરનારા બ્યૂરો ઓફ ઇમિગ્રેશન (BOI)એ દેશભરના બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ જુની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. 

નવા નિયમ લાગૂ થયા બાદ વિદેશ યાત્રા કરનારા લોકો હવે ઇમિગ્રેશન ક્લીયરન્સ માટે પોતાના સ્માર્ટફોનમાં ડિજિટલી રહેલા ઇ-બોર્ડિંગ પાસનો સરળતાથી યૂઝ કરી શકશો. બ્યૂરો ઓફ ઇમિગ્રેશને (BOI) આ પ્રોસેસની સમીક્ષા કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટીઝને પોતાના નવા દિશા નિર્દેશોથી વાકેફ કરાવ્યા છે. જો કે, જે યાત્રીઓની પાસે પહેલાની જેમ પ્રન્ટેડ કે ફિઝિકલ બોર્ડિંગ પાસ હશે, તે પણ માન્ય રહેશે.પરંતુ અધિકારીઓ તરફથી તેની પર કોઇ પણ પ્રકારનો સ્ટેમ્પ નહીં લગાવવામાં આવે.

જુની વ્યવસ્થા બંધ કરવાનું મહત્વનું કારણ

અધિકારીઓના અનુસાર 'બોર્ડિંગ પાસ' પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જુની પ્રોસેસથી યાત્રીઓને અસુવિધાનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર ખોટી કે ઝાંખી મોહર લાગવાના કારણે બોર્ડિંગ પાસ પર લખેલી ડિટેલને વાંચવું ઘણું જ મુશ્કેલ થઇ જતું હતું. આના કારણે ઇમિગ્રેશન પ્રોસેસમા બિન-જરુરી વિલંબ થતો હતો. હવે ફિઝિકલ બોર્ડિંગ પાસની જરૂરિયાત અને તેની પર સ્ટેમ્પિંગ સમાપ્ત થવાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ પ્રોસેસ તેજ, સરળ અને આધુનિક થઇ જશે.

નિયમ પહેલેથી જ બદલાઈ ચૂક્યો છે

સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા સુરક્ષા તપાસ (ફ્રિસ્કિંગ) દરમિયાન બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાનો નિયમ ઘણા વર્ષો પહેલાં જ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. CISF ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના મુસાફરો માટે આ નિયમ ઘણો સમય પહેલાં હટાવી ચૂકી છે.

તેથી, ૧ સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો ફેરફાર ખાસ કરીને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર બોર્ડિંગ પાસની સ્ટેમ્પિંગ સાથે જોડાયેલો છે. તેનો ફાયદો વિદેશ જનાર દરેક નાગરિકને મળશે.


પાસપોર્ટ હોલ્ડર્સ માટે ઇમિગ્રેશન સ્ટેમ્પિંગમાં આગળ શું?

બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI) દેશના પાસપોર્ટ હોલ્ડર્સ માટે વધુ એક મોટા સુધારા પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ પર એન્ટ્રી અને એગ્ઝિટ ઇમિગ્રેશન સ્ટેમ્પિંગને પણ સમાપ્ત કરવાનો પ્લાન છે. આના માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટના સફળ ટ્રાયલ બાદ તેને દેશના બધા એરપોર્ટ પર લાગૂ કરવામાં આવશે. હાલ 1 સપ્ટેમ્બરથી ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ હટાવવાનો નિર્ણય લાગૂ થવા જઇ રહ્યો છે.