Wed Jun 17 2026

Logo

વૈભવ ફરી સસ્તામાં આઉટ, પણ ઇન્ડિયા-એનો 9/319નો તોતિંગ સ્કોર

Dambulla   2026-06-17 15:11:08
Author: Ajay Motiwala
Article Image

દમ્બુલા: ટ્રાયેંગ્યુલર (Triangular) વન-ડે ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ (India-A) ટીમે અફઘાનિસ્તાન-એ સામે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં નવ વિકેટે 319 રન બનાવ્યા છે.

વૈભવ સૂર્યવંશી 38 રન કરીને આઉટ થઈ ગયો હતો, જે તેણે 28 બૉલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. વૈભવ આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવું ફોર્મ નથી બતાવી શક્યો.

ઇન્ડિયા-એના 319 રનમાં કેપ્ટન તિલક વર્મા (59 રન), પ્રિયાંશ આર્ય (58) અને કુમાર કુશાગ્ર (58 રન)ના સૌથી મોટા યોગદાન હતા.

વિપ્રજ નિગમ તથા ઋતુરાજ ગાયકવાડનો કુલ સ્કોરમાં 30-30 રનનો ફાળો હતો. હવે અફઘાનિસ્તાનની ટીમે ઇન્ડિયા-એના અંશુલ કંબોજ, અનુકૂલ રોય, યશ ઠાકુર વગેરે બોલર સામે આકરી કસોટી આપવી પડશે.