ટોક્યો: ગ્લોબલ વોર્મિંગના લીધે વિશ્વના હવામાન મોટો ફેરફાર નોંધાઇ રહ્યો છે. જેમાં જમીન ઉપરાંત દરિયામાં પણ મોટા ઉથલ પાથલ પણ સર્જાઇ રહી છે. જેમાં જાપાનના પૂર્વે કિનારે રહેલા બે મુખ્ય સમુદ્રી પ્રવાહો કુરોશિયો અને ઓયાશિયો પ્રવાહ વચ્ચે અથડામણ તીવ્ર બની છે. જોકે, આ અથડામણ પેસિફિક મહાસાગરના દબાણના લીધે થતું હોવાનું અનુમાન હતું. પરંતુ ચીનની ઓશન યુનિવર્સિટીના સંશોધકે આની પાછળ એટલાન્ટિક મહાસાગર જવાબદાર હોવાનું જણાવ્યું છે. જેના લીધે ભવિષ્યમાં મોટા તોફાનોની શકયતા વધી છે.
બે મુખ્ય સમુદ્રી પ્રવાહો ઉત્તર પેસિફિકમાં તોફાનોના માર્ગોને નિર્ધારિત કરે છે
જાપાનના પૂર્વે કિનારે રહેલા બે મુખ્ય સમુદ્રી પ્રવાહોને વૈજ્ઞાનિકો આ સમગ્ર દરિયાઈ વિસ્તારને કુરોશિયો-ઓયાશિયો એક્સટેન્શન તરીકે ઓળખે છે. આ એક એવો પ્રદેશ છે જ્યાં ગરમ અને ઠંડા પાણી મોટા પાયે ભેગા થાય છે. અહીં સમુદ્રની સપાટીથી નીકળતી ગરમી અત્યંત શક્તિશાળી છે. જે ઉત્તર પેસિફિકમાં તોફાનોના માર્ગોને નિર્ધારિત કરે છે અને વાતાવરણીય જેટ સ્ટ્રીમના માર્ગને પણ બદલી નાખે છે.
રોસબી વેવને પેસિફિક મહાસાગર પાર કરવામાં વર્ષો લાગે છે
આ અંગે ચીનની ઓશન યુનિવર્સિટીના સંશોધકો આ સિસ્ટમને સમજવા માંગતા હતા.આ ટીમ મહાસાગર પર ગ્લોબલ વોર્મિંગની અસર નક્કી કરવા માંગતી હતી. તેમણે સમુદ્રની સપાટીની ઊંચાઈ માપવાનું નક્કી કર્યું. તેમજ ઉપગ્રહોની મદદથી સમુદ્રની સપાટીમાં થતા વધ ઘટને ટ્રેક કરવામાં આવ્યા. જ્યારે સમુદ્રમાં ગરમ પાણી એકઠું થાય છે ત્યારે સપાટી થોડા ઇંચ વધે છે. તેનાથી વિપરીત જ્યારે પાણી ઠંડુ હોય છે, ત્યારે સપાટી ઘટે છે. આ પરિવર્તન પાણીની અંદરના રોસબી વેવ દ્વારા ફેલાય છે. આ વેવ સપાટીની નીચે ખૂબ જ ધીમે ધીમે આગળ વધે છે અને મોટા પાયે હોય છે. તેમને પેસિફિક મહાસાગર પાર કરવામાં ઘણા વર્ષો લાગે છે. જાપાનના કિનારે પહોંચ્યા પછી તેઓ સ્થાનિક સમુદ્ર સ્તરમાં ફેરફાર કરે છે.
ગ્લોબલ વોર્મિંગના લીધે પેસિફિક મિકેનિઝમને ગંભીર અસર
આ નવું સંશોધન પ્રથમ વખત દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગ આ સમગ્ર ઘટનાઓની શૃંખલાને કેવી રીતે અસર કરી રહ્યું છે. એટલાન્ટિક મહાસાગરનો પ્રભાવ વધ્યો છે. તેમજ વૈજ્ઞાનિકો માને છે આ ઘટના પેસિફિક મહાસાગરમાં રહેલી કુદરતી તાપમાન પ્રણાલીને આભારી છે. ઐતિહાસિક રીતે આ પ્રણાલી જાપાનની નજીક સમુદ્રનું સ્તર નક્કી કરે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગે હવે આ આંતરિક પેસિફિક મિકેનિઝમને ગંભીર રીતે અસર કરી રહી છે.