Mon Oct 05 2026

Logo

મેસી 2006ના ઝિદાનવાળા વર્લ્ડ કપમાં રમ્યો, 2026માં ઝિદાનના ગોલકીપર પુત્ર સામે ત્રણ ગોલ કર્યા!

Kansas   2026-06-17 09:28:38
Author: Ajay Motiwala
મેસી 2006ના ઝિદાનવાળા વર્લ્ડ કપમાં રમ્યો, 2026માં ઝિદાનના ગોલકીપર પુત્ર સામે ત્રણ ગોલ કર્યા!

AP


કૅન્સસ: વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીએ આજે એક અનોખો વિક્રમ કર્યો. મેસી 6 વર્લ્ડ કપ રમનાર વિશ્વનો પહેલો ખેલાડી તો બન્યો જ હતો, તે 20 વર્ષે પિતા ઝિનેડીન ઝિદાન બાદ તેના પુત્ર લુકા ઝિદાનવાળા વિશ્વ કપમાં પણ રમ્યો.

મેસીએ જુનિયર ઝિદાન (Zidane) સામે રમવાની સિદ્ધિ મેળવવા ઉપરાંત ત્રણ વખત તેને માત આપીને ગોલ કર્યા હતા. લુકા ઝિદાન ફ્રાંસનો છે, પરંતુ વર્લ્ડ કપમાં તે અલ્જીરિયાની ટીમનો ગોલકીપર છે. ફ્રાન્સનો મહાન ફૂટબોલર ઝિનેડીન ઝિદાન છેલ્લે 2006ના વર્લ્ડ કપમાં રમ્યો હતો.

AP

અલ્જીરિયાની ટીમને મેસી (MESSI)નો જ સૌથી વધુ ડર હતો અને તેણે જ ત્રણેય ગોલ કર્યા હતા અને આર્જેન્ટિના સામે અલ્જીરિયાનો 0-3થી પરાજય થયો હતો. મેસીએ 17મી મિનિટમાં પ્રથમ, 60 મિનિટમાં બીજો અને 76 મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો.

ફ્રાન્સનો વર્લ્ડ કપ વિજેતા ઝિનેડીન ઝિદાન વીઆઈપી બૉક્સમાં બેસીને પુત્રનો પર્ફોર્મન્સ જોઈ રહ્યો હતો. જોકે તેની નજર સામે પુત્ર લુકાએ આર્જેન્ટિનાના લેજન્ડ મેસી સામે ત્રણ વખત ‘હાર' માનવી પડી હતી. મેસી ત્રણ વખત લુકા ઝિદાનને માત આપીને ગોલ કરવામાં સફળ થયો હતો.

AP