Tue Jun 16 2026

Logo

ધુરંધર ફિલ્મ જોઈને રણવીર સિંહના સસરાએ શું કહ્યું? જમાઈ સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!

2026-06-16 18:40:20
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર'ના બન્ને ભાગના વખાણ માત્ર ફેન્સ જ નહીં બોલિવૂડ તથા સાઉથની ફિલ્મના દિગ્ગજો કરી રહ્યા છે. આ ફિલ્મના બન્ને ભાગ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મની રો પ્રિન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હવે રણવીર સિંહના સસરા પ્રકાશ પાદુકોણે નિહાળી છે અને ફિલ્મ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. ફિલ્મના બન્ને ભાગને લોકો તરફથી તો દમદાર પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મે બોક્સઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી છે. 

ક્યા કલાકારની કરી પ્રશંસા?
આ ફિલ્મ જોઈને પ્રકાશ પાદુકોણે જમાઈ સાથેના સંબંધ અંગેની પણ દિલ ખોલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં હિંસા ઘણી વધારે છે. પણ ફિલ્મ ઉત્તમ છે. ઘણા રીસર્ચ કરીને આ ફિલ્મ બનાવવામાં આવી છે.આ ફિલ્મમાં તમામ કલાકારોની એક્ટિંગ પણ શ્રેષ્ઠ છે. હિંસા વધારે છે પણ મોટાભાગના દર્શકોને એ પસંદ પડી રહી છે. પણ મને એવું લાગે છે કે, જરૂરિયાત કરતા વધારે હિંસા આ ફિલ્મમાં છે. પરિવાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમારો પરિવાર ખૂબ મોટો છે અને બન્ને પરિવાર સાથે ઘણો સમય પસાર કરીએ છીએ. વર્ષમાં ઓછામાં ઓછું એકવાર અમે સાથે મળીને વેકેશન એન્જોય કરીએ છીએ. અમારી પસંદગી પણ ઘણી મળતી આવે છે, એના પરિવારને પણ સ્પોર્ટ્સમાં ઘણો રસ છે. ઘણીવાર તેઓ મારી સાથે સ્પોર્ટ્સ અંગેની ચર્ચા વિચારણા કરે છે. હું એને ફિલ્મો વિશે પૂછતો હોવ છું.હું પણ આ ફિલ્મો વિશે કંઈક શીખવા માગુ છું. 

66 વર્ષની ઉંમરે એની દમદાર ફિટનેસ
પરિવારનો દરેક જણ ખૂબ જ વ્યસ્ત રહે છે એટલે અમને ખાસ તો એવો કોઈ સમય મળતો નથી.કારણ કે એ પણ ઘણા વ્યસ્ત રહે છે અને અમે પણ. જે સમયે મળીએ ત્યારે સમય પસાર કરવા કરતા એકબીજા સાથે બેસીને મજા કરવામાં માનીએ છીએ. મારી દીકરી અનીશા માનચેસ્ટર યુનાઈટેડની ફેન છે.રણવીર સિંહે પણ પોતાની ખાસ મુલાકાતમાં પોતાના સાસરિયા પક્ષ સાથેના સંબંધો પર દિલ ખોલીને વાત કરી હતી. એક્ટરે કહ્યું હતું કે, પ્રકાશજી જ્યારે પણ રેકેટ ઉપાડે છે ત્યારે તે શાનદાર ગેમ રમે છે. પોતાના હરીફને આખા કોર્ટમાં દોડાવી મૂકે છે. ક્યારેક એનો મૂડ સારો હોય તો એવા ટ્રિકી શોટ મારી દે કે, જેને જોઈને તમે શોક થઈ જાવ.તેઓ ખરેખર લેજન્ડ ખેલાડી છે.જિંવન અને મૂલ્યને લઈને તેઓ જે વાત કહે છે એ ખરેખર ઉપયોગી સાબિત થતી હોય છે. 66 વર્ષની ઉંમરે પણ એની ફીટનેસ ખૂબ જ સારી છે. હું એની સાથે ઘણીવાર મેચ રમવા માટે ઊતરી પડું છું.