Wed Jun 17 2026

Logo

મેસીના હૅટ-ટ્રિક ગોલ સાથે આર્જેન્ટિનાનો 3-0થી અદ્દભુત વિજય

Kansas   2026-06-17 09:13:42
Author: Ajay Motiwala
Article Image

AP


કૅન્સસ: ફૂટબૉલના ભગવાન માનવામાં આવતા લિયોનેલ મેસીના નેતૃત્વમાં અને તેના સુપર-ડુપર પર્ફોર્મન્સની મદદથી આર્જેન્ટિનાએ આજે અહીં ફિફા વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં અલ્જીરિયાને 3-0થી હરાવીને ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા.

આર્જેન્ટિનાના ત્રણેય ગોલ લિયોનેલ મેસીએ કર્યા હતા. તેનો આ વિશ્વવિક્રમી છઠ્ઠો વર્લ્ડ કપ હતો અને એમાં તેણે પહેલી વાર હૅટ-ટ્રિક ગોલની સિદ્ધિ પણ મેળવી હતી. મેસીએ 17મી, 60મી અને 76મી મિનિટમાં ગોલ કર્યો હતો. 

મેસી આ ત્રણ ગોલની મદદથી હવે વર્લ્ડ કપના ઇતિહાસમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ગોલ કરનાર જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરીમાં થઈ ગયો છે. મિરોસ્લાવની માફક હવે મેસીના પણ વર્લ્ડ કપમાં કુલ 16 ગોલ છે.

મેસી આર્જેન્ટિનાના વિજય માટે પૂરતા આ ત્રણ ગોલ કર્યા બાદ સેકન્ડ હાફમાં બેન્ચ પર બેસી ગયો હતો અને ટીમના યુવા ખેલાડીને પોતાના સ્થાને રમવાનો મોકો આપ્યો હતો.

AP

ત્યાર બાદ તેની ટીમ 3-0ના વિજયી માર્જિન સાથે પાછી આવી હતી. મેસીના મૅજિક સામે અલ્જીરીયાના ડિફેન્ડર્સ તેમ જ ફોરવર્ડ ખેલાડીઓ અને ગોલકીપરનો કોઈ જ જવાબ નહોતો. તેઓ બધા મેસીના કૌશલ્ય સામે લાચાર હતા. આખી મૅચમાં મેસીનો જ જાદુ છવાયેલો રહ્યો હતો.

આર્જેન્ટિનાની હવે લીગ સ્ટેજમાં ઑસ્ટ્રિયા અને જોર્ડન સામે મૅચ બાકી છે.