Mon Oct 05 2026

Logo

વ્હાઇટ હાઉસ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો, એફબીઆઇનો દાવો

Washington dc   2026-06-16 21:51:39
Author: Chandrakant Kanoja
વ્હાઇટ હાઉસ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો, એફબીઆઇનો દાવો

REUTERS


વોશિંગ્ટન: અમેરિકામાં વ્હાઇટ હાઉસ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાના એફબીઆઇના દાવાથી હડકંપ મચ્યો છે.  એફબીઆઇએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે વ્હાઇટ હાઉસની લોનમાં યોજાયેલા યુએફસી કાર્યક્રમમાં સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ  આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને  તેમના મંત્રીમંડળના સભ્યો અને ખાસ મહેમાનોએ  હાજરી આપી હતી, તેમજ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

યુએફસી કાર્યક્રમ રવિવારે વ્હાઇટ હાઉસના લોનમાં યોજાયો હતો

યુએફસી કાર્યક્રમ રવિવારે વ્હાઇટ હાઉસના લોનમાં યોજાયો હતો અને તેનું લાઇવ પ્રસારણ એક મોટા પાર્કમાં પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સ્ક્રીન પર આ કાર્યક્રમ જોવા માટે સાઉથ પાર્ક વિસ્તારમાં હજારો લોકો એકઠા થયા હતા.

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે માહિતી શેર કરી 

આ અંગે એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે  X પર જણાવ્યું હતું કે 10 જૂનના રોજ, એફબીઆઈ અને સાથી  સુરક્ષા એજન્સીઓને આ ઘટના સાથે જોડાયેલા સંભવિત ખતરા અંગે માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આ ખતરો વોશિંગ્ટન ડીસીની બહારના વ્યક્તિઓ તરફથી આવ્યો હતો. તેમજ મલ્ટી સ્ટેટ કાર્યવાહીમાં એફબીઆઈ તેના સાથી  અને ન્યાય વિભાગે ઘણા વ્યક્તિઓની ધરપકડ કરવા અને આયોજિત હુમલાને નિષ્ફળ બનાવવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી. 

નેટવર્ક સાથે જોડાયેલા 23 વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી 

આ અંગેના  અહેવાલમાં જણાવાયું છે કે કથિત કાવતરામાં ઘટનાસ્થળની નજીકની ઇમારતોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનનો ઉપયોગ કરવાનો સમાવેશ થતો હતો. તેનો ઉદ્દેશ્ય મોટા પાયે લોકોને ત્યાંથી દૂર કરીને સ્નાઈપર ટીમ તરફ ધકેલી દેવાનો હતો. ત્યારબાદ  હુમલાખોરો કથિત રીતે વ્હાઇટ હાઉસના દરવાજા પર હુમલો કરવાની યોજના બનાવી હતી.  આ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ  સંભવિત નેટવર્ક સાથે જોડાયેલા 23 વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે.