Tue Jun 16 2026

Logo

આરોગ્ય પ્લસઃ જીવનનો ધબકાર ચૂકવી દે છે હાર્ટ એટેક...

2026-06-16 08:02:00
Author: Smruti Shah Mehta
Article Image

સંકલન: સ્મૃતિ શાહ -મહેતા


હાલની પરિસ્થિતિ જોતાં ભવિષ્યનાં અમુક વર્ષોમાં ભારત હૃદયરોગના દર્દીઓમાં પ્રથમ ક્રમે હશે.

હાર્ટઍટેક એટલે શું?

હૃદયમાં ધમનીમાં કોલેસ્ટરોલ જામ થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. તેથી હૃદયને પ્રાણવાયુ અને પોષકતત્ત્વો મળતા બંધ થઈ જાય છે અને હૃદયના કોષો મરવા લાગે છે. તેને જ હાર્ટએટેક કહેવાય છે.


હાર્ટઍટેકનાં લક્ષણ

*છાતીનાં વચ્ચેના ભાગમાં ભાર લાગતો હોય અથવા ભીંસાતું હોય તેવો અસહ્ય દુ:ખાવો થવો. દુ:ખાવો ડાબી બાજુનાં ખભા તથા હાથમાં અને જડબા સુધી પણ થઈ શકે છે. કોઈ પણ પ્રકારનો શ્રમ કરવાથી છાતીનો દુ:ખાવો વધી શકે છે.
*ગભરામણ થવી, પરસેવે રેબઝેબ થઈ જવું.
*શ્વાસ લેવામાં તકલીફ પડવી.
*ચક્કર આવવા.
*ઉબકા આવવા અથવા કોઈકવાર ઊલટી થવી.


હાર્ટઍટેક આવવાનાં કારણ

જે કારણોથી બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ થાય છે તે કારણોથી મોટા ભાગે હાર્ટઍટેક આવે છે.


આવે વખતે પ્રાથમિક સારવાર...


1) ઉપરોકત મુજ઼બનાં જો લક્ષણો જણાય તો તરત જ 108ને કોલ કરી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી અથવા તો ગાડીની વ્યવસ્થા કરી તરત જ દર્દીને હોસ્પિટલ પહોંચાડવો.
2) દર્દીને હવા-ઉજાસવાળી ખુલ્લી જગ્યાએ સૂવડાવી આરામ કરાવવો. દર્દીને શ્રમ પડે તેવું કોઈ પણ પ્રકારનું હલન-ચલન કરાવવું નહિ.
3) દર્દીને ઘરે જો લોહી પાતળું કરનારી દવા હોય તો તરત આપવી.
4) જો દર્દી બેભાન થઈ ગયો હોય તો, તરત જ તેની નાડી ચેક કરવી. જો નાડી બંધ જણાય તો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી CRP (હૃદય ફેફસાંનું પુનર્જીવન) શરૂ કરી દેવું. 


મગજનો સ્ટ્રોક

* વિશ્વમાં દર વર્ષે અંદાજિત 80 લાખ વ્યક્તિઓ સ્ટ્રોકના કારણે મૃત્યુ પામે છે.

વિશ્વમાં 6 માંથી 1 વ્યક્તિ સ્ટ્રોકના કારણથી મરે છે.

વિશ્ર્વમાં દર બે સેક્ધડે એક વ્યક્તિને સ્ટ્રોકનો હુમલો આવે છે. તેમાં દર દસ સેક્ધડે એક વ્યક્તિ મૃત્યુ પામે છે.અંદાજે 70 ટકા લોકોને એ ખ્યાલ પણ નથી હોતો કે, તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો છે. મગજનો સ્ટ્રોક એટલે શું? મગજની ધમનીમાં કોલેસ્ટેરોલ જામ થઈ જતાં મગજને યોગ્ય માત્રામાં લોહી મળતું નથી. તેથી મગજને પ્રાણવાયુ અને પોષકતત્ત્વો મળતાં અટકવા લાગે છે અને મગજના કોષો નાશ થવા લાગે છે. તેને જ મગજનો સ્ટ્રોક કહેવાય છે.

આવા સ્ટ્રોકની ભયંકરતા 

*શરીરના એક સાઈડના અંગોની કાર્યક્ષમતા ઓછી થઈ જવી (હાથ, પગ, મોં વગેરેમાં પક્ષઘાત થઈ જવો.) આ કારણે દર્દીને કાયમી બીજાના આધારે જીવવું પડે છે.
*જમવામાં, વાંચવામાં, બોલવામાં અને લખવામાં મુશ્કેલી અનુભવાય.
*યાદશક્તિ અને નિર્ણયશક્તિ ઓછી થઈ જવી.
*લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ ન રહેવું,
*ડિપ્રેશનમાં જીવવું.
*સ્વભાવમાં ફેરફાર થવાં. (ચીડિયો સ્વભાવ થવો.)

સ્ટ્રોકની પ્રાથમિક સારવાર

1)ઉપરોકત મુજબનાં લક્ષણો જણાય તો તરત જ 108ને કોલ કરી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી અથવા તો ગાડીની વ્યવસ્થા કરી તરત જ દર્દીને હોસ્પિટલ પહોંચાડવો.
2)દર્દીને હવા-ઉજાસવાળી ખુલ્લી જગ્યાએ સૂવડાવી આરામ કરાવવો. દર્દીને શ્રમ પડે તેવું કોઈપણ પ્રકારનું હલન-ચલન કરાવવું નહીં.
3)જો દર્દી બેભાન થઈ ગયો હોય તો, તરત જ તેની નાડી ચેક કરવી. જો નાડી બંધ જણાય તો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં CRP શરૂ કરી દેવું.


સાવધાની

જ્યારે દર્દીને સ્ટ્રોકનો હુમલો આવે ત્યારે તેને એસ્પિરિન જેવી દવા આપવાનું જોખમ લેવું નહીં.

બ્રેન સ્ટ્રોક

મગજના સ્ટ્રોકના 2 પ્રકાર:

એક બાજુથી મોઢું ઊતરી જવું

1) મગજને લોહી મળતું અટકી જવું. 85 ટકા સ્ટ્રોક આ પ્રકારના હોય છે.

2) મગજની ધમની વધુ દબાણથી ફાટી જવી.


મગજના સ્ટ્રોકનાં લક્ષણ

* ચાલવામાં સંતુલન ગુમાવવું.
* એક અથવા બંને આંખમાં દેખાવાનું ઓછું થઈ જવું.
* માથું દુ:ખવું.
તદુપરાંત અહીં દર્શાવેલાં લક્ષણો પણ હોઈ શકે.

બંને હાથ ઊંચા ન કરી શકાય

અસ્પષ્ટ ઉચ્ચાર જ બોલે તે બરાબર સમજી ન શકાય 

મગજના સ્ટ્રોકનાં કારણ

જે કારણોથી બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ વધે છે તે જ કારણો મોટા ભાગે સ્ટ્રોક આવવામાં નિમિત્ત બને છે.

સમય બગાડ્યા વિના તુરંત સારવાર અપાવવી.