Mon Sep 07 2026

Logo

આરોગ્ય પ્લસઃ ગળાનું ઇન્ફેકશન

2026-07-21 10:50:00
Author: Smruti Shah Mehta
આરોગ્ય પ્લસઃ ગળાનું ઇન્ફેકશન

સંકલન: સ્મૃતિ શાહ મહેતા


ગળાનાં ઇન્ફેકશનનાં લક્ષણ
- ગળાની અંદર લાલશ અને સોજો આવી જવો.
- ગળામાં અને કાનમાં દુ:ખાવો થવો.
- કાકડાઓ (Tonsils) સૂજી જવા, છોલાઇ જવા અને લાલ થઇ જવા.
- માથું દુ:ખે કે નાકમાંથી પાણી પડવું.
- જો વધી જાય તો શરીરનાં અંગો દુ:ખાવા લાગે અને તાવ પણ આવી શકે.

બેકટેરિયલ ઇન્ફેકશન
સોજી ગયેલ પડ, જીભ કાકડા ઉપર ધોળા, પીળાં ટપકાં વધુ પડતા લાલ, છોલાઇ ગયેલા કાકડા. ગળાની લાલશ, ધોળી સારવાળી જીભ.

બેકટેરિયલ ઇન્ફેકશન વિશેની સાવધાની
માત્ર 5-10 ટકા લોકોને આ કારણથી ગળું પકડતું હોય છે. તેથી આ સિવાયનાં અન્ય કારણોમાં એન્ટિબાયોટિક દવાઓ કાંઇ કામમાં આવતી નથી.

ગળાના ઇન્ફેકશનના ઉપચાર

(1) અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું ગરમ પાણીમાં નાખીને સવાર સાંજ કોગળા કરવા, તેમાં 1 ચમચી ઘી પણ ઉમેરી શકાય છે
(2) 1 કપ ગરમ પાણીમાં 1-1 ચમચી તજ અને મરીનો પાવડર નાખીને કોગળા કરવા. 
(3) ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
(4) 1 ચમચી જેઠીમધ અને 1 ચમચી ઘી ભેગું કરીને લેવું.
(5) સૂંઠનુ ઉકાળેલું પાણી પીવું. 
(6) 1 ચમચી તુલસીનો રસ, 1 ચમચી આદુંનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ સવાર-સાંજ લેવું.
(7) લવિંગને જરા શેકીને મોંમાં રાખીને ચૂસવાથી ગળાનો સોઝો મટે છે 
(8) 1 ચમચી મધ, 1 ચમચી આદુંનો રસ અને 1 ચમચી લીંબુનો રસ 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખીને કોગળા કરવા.
(9) કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઇ પણ પ્રકારનો દુ:ખાવો મટે છે. 
(10) જો એસિડ ઉપર આવવાથી ગળું પકડાઇ ગયું હોય તો જેઠીમધ, મધ અને હળદર એ ત્રણેય 1-1 ચમચી ભેગું કરીને લેવું.