80ના દાયકામાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હોરર ફિલ્મોનો એક અલગ જ દૌર અને રોમાંચ હતો. એ જમાનામાં હોરર ફિલ્મોને લઈને દર્શકોમાં અદ્ભુત ક્રેઝ જોવા મળતો હતો. આલમ એ હતો કે લોકો રાત્રે થિયેટરમાં એકલા જઈને શૉ જોવાથી પણ થરથર કાંપતા હતા. ફિલ્મોમાં દેખાડાતી ઘાટી ધૂંધ, રાતનો સન્નાટો અને ખૌફનાક સીન લોકોને ચીખો પાડવા પર મજબૂર કરી દેતા હતા. તે સમયની ડરાવની ફિલ્મોએ લોકોના દિલમાં જે ડર પેદા કર્યો હતો, તે આજે પણ ફિલ્મરસિયાઓ ભૂલી શક્યા નથી.
હોરર ફિલ્મો બનાવવામાં રામસે બ્રધર્સની એક આગવી ઓળખ હતી અને તેમણે બોલીવૂડને અનેક યાદગાર અને હોરર ફિલ્મો આપી છે. આવી જ એક અત્યંત લોકપ્રિય અને ખૌફનાક ફિલ્મ હતી ‘તહખાના’, જે વર્ષ 1986માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું શાનદાર ડાયરેક્શન તુલસી રામસે અને શ્યામ રામસેએ કર્યું હતું. જેમાં હેમંત બિરજે, આરતી ગુપ્તા, કામરાન રિઝવી, પુનીત ઈસ્સર અને પ્રીતિ સપ્રૂ જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એ જમાનામાં હોરર ફિલ્મોમાં કામ કરવું એક્ટ્રેસિસ માટે એકદમ નવો અને થ્રિલિંગ અનુભવ હતો. સેટ પર જ મેકઅપ આર્ટિસ્ટ કલાકારોની સામે ભૂતનો ભયાનક લુક તૈયાર કરતા, જેને જોઈને વાતાવરણ પહેલેથી જ ડરામણું બની જતું હતું ફિલ્મોમાં અસલી અંધારું અને ધુમ્મસ બતાવવા માટે મોડી રાત્રે શૂટિંગ થતું હતું. એક્ટ્રેસિસને આખી રાત ચીસો પાડવી, બૂમો પાડવી અને ભૂતથી ડરીને ભાગવું પડતું હતું. આમ છતાં, આખી સ્ટારકાસ્ટ આ શૂટિંગને ખૂબ એન્જોય કરતી હતી.
આ ફિલ્મમાં પ્રીતિ સપ્રૂની દમદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પ્રીતિ સપ્રૂના પિતા અને ભાઈ તેજ સપ્રૂએ પણ રામસે બ્રધર્સ સાથે કામ કર્યું હતું. પ્રીતિ આ સિવાય 'સાચા' અને 'પુરાની હવેલી' જેવી સુપરહિટ હોરર ફિલ્મોનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે તો આ ફિલ્મની સ્ટોરી ઠાકુર સુરજીત સિંહના પરિવારની છે. તેમને બે પુત્રો હતા રઘુવીર અને દુર્જન. દુર્જન ખોટા રસ્તે ચડીને બ્લેક મેજિક શીખવા લાગે છે, જેથી ગુસ્સામાં આવીને સુરજીત સિંહ તેને ઘર બહાર કાઢી મૂકે છે. બદલો લેવા માટે દુર્જન પોતાની બુરી શક્તિઓથી પરિવારને હેરાન કરે છે.
આખરે એક સાધુની મદદથી તેને એક 'તહેખાના'માં કેદ કરવામાં આવે છે. પરંતુ તે તહખાનામાંથી પણ એક કાળો સાયો પરિવાર પાછળ છોડી દે છે, જે વર્ષો સુધી હવેલીમાં પાછા આવવાની રાહ જુએ છે. ફિલ્મમાં જે ભયાનક ભૂત બતાવવામાં આવ્યું હતું તેની ઝલક આજે પણ રૂવાડા ઊભા કરી દે છે. એ ભૂતનો ખૌફનાક રોલ એક્ટર શમશુદ્દીન દ્વારા ભજવવામાં આવ્યો હતો.
આ ફિલ્મ એ માત્ર બ્લેક મેજિક જ નહીં પણ બાળપણમાં વિખૂટી પડેલી બે બહેનોના દર્દને પણ ફિલ્મમાં વણી લેવાયું હતું. બજેટ અને કલેક્શનની વાત કરીએ તો, ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ હોરર ફિલ્મ 80ના દાયકાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક હતી. વાત કરીએ ફિલ્મના બજેટની તો ફિલ્મનું બજેટ માત્ર રૂપિયા 34 લાખ હતું અને તેણે ભારતમાં 72 લાખ જ્યારે વર્લ્ડવાઈડ 97 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના બજેટ કરતાં