Wed Jul 08 2026

Logo

એમ્બાપ્પેએ રચ્યો ઈતિહાસ, ફ્રાન્સે સેનેગલને 3-1થી હરાવ્યું

2026-06-17 08:30:13
Author: Mayur Patel
Article Image

Dylan Martinez, Reuters


નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ કપનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ફ્રાન્સના કેપ્ટન અને સુપર સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પેના શાનદાર પ્રદર્શનથી સેનેગલને 3-1થી હાર આપીને જીતનું ખાતું ખોલ્યું હતું. આ મેચમાં બે ગોલ કરીને એમ્બાપ્પેએ માત્ર જ જીત જ નહોતી અપાવી પરંતુ એક નવો ઈતિહાસ પણ રચ્યો હતો.

એમ્બાપ્પે હવે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. પ્રથમ હાફમાં ધીમી રમત બાદ બીજા હાફમાં ફ્રાન્સે જોરદાર પલટવાર કર્યો હતો.જેના કારણે સેનેગલને 3-1થી હાર આપીને ફ્રાન્સે વર્લ્ડ કપ અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી.

ફ્રાન્સ તરફથી ફીફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારા ટોપ 5 ફૂટબોલર્સ

મેચમાં બીજા ગોલ સાથે જ એમ્બાપ્પેએ ઈતિહાસ રચ્યો હતો. તેણે શાનદાર કરિયરમાં વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેના નામે ફ્રાન્સ તરફથી ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગૉલ કરવાનો રેકોર્ડ નોંધાયો હતો.

14 ગોલ - કિલિયન એમ્બાપ્પે 

13 ગોલ - જસ્ટ ફોન્ટેન 

6 ગોલ - થિએરી હેનરી

5 ગોલ - ઝિનેદિન ઝિદાન

5 ગોલ - મિશેલ પ્લેટિની 

5 ગોલ - ઓલિવિયર ગિરોડ 

ફ્રાન્સે કેવી રીતે મેચનું પાસું પલટ્યું

66મી મિનિટમાં એમ્બાપ્પેએ શાનદાર રમત બતાવીને ફ્રાન્સને લીડ અપાવી હતી. તેણે સેનેગલના કેપ્ટન  કાલિદૂ કૂલિબાલીને પાછળ રાખીને ગોલ કર્યો હતો. બારકોલા 80મી મિનિટે મેદાન પર આવ્યો અને બે મિનિટ બાદ ચોથો ઈન્ટરનેશનલ ગોલ કર્યો. આની એક મિનિટ બાદ એમ્બાપ્પે ફરી શાનદાર ગોલ કર્યો હતો.