મુંબઈઃ ફિલ્મ નિર્માતા લવ રંજન એક મસ્ત ફિલ્મ બનાવી રહ્યા છે, લવ, રોમાન્સ અને એક્શન સાથે તૈયાર થનારી ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ફિલ્મનું શુટિંગ પણ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કાર્તિક આર્યન છે.'ભૂલભૂલૈયા-2' રિલીઝ થયા બાદ કાર્તિકે બોલિવૂડમાં પોતાની એક અલગ ઈમેજ ઊભી કરી દીધી હતી. આ ફિલ્મની લીડ એક્ટ્રેસને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલું હતી. આ ફિલ્મને લઈને પહેલા કૃતિનું નામ ચર્ચામાં હતું પણ હવે ફાઈનલ થઈ ગયું હોય એવું માનવામાં આવી રહ્યું છે.
કોનું નામ લીડ એક્ટ્રેસ તરીકે ચર્ચામાં?
વર્ષ 2011માં પ્યાર કા પંચનામાથી ફિલ્મ કરિયરની શરૂઆત કરનાર કાર્તિક આર્યનનું નામ બોલિવૂડના સ્ટાર સેલેબ્સમાં લેવામાં આવે છે. પોતાના દમ પર એકથી એક બેસ્ટ ફિલ્મ આપનાર કાર્તિક હવે લવ રંજનની ફિલ્મમાં વ્યસ્ત છે. હજુ એની પાસે ઘણા એવા પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. લવ રંજનની ફિલ્મનું નામ તો સામે આવ્યું નથી પણ એની લીડ એક્ટ્રેસનું નામ ફિક્સ થયા હોવાનું સૂત્રો જણાવે છે. મેકર્સ શરવરી વાઘને લીડ એક્ટ્રેસ તરીકે લેવાના મૂડમાં છે. કાર્તિક આર્યને છેલ્લે 'તુ મેરી મેં તેરા' ફિલ્મ કરી હતી, જેમાં અનન્યા પાંડે સાથે તેણે સ્ક્રિન શૅર કરી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ કોઈ કમાણી કરી શકી ન હતી. લવ રંજન સિવાય કાર્તિક પાસે અનુરાગ બાસુનો પણ પ્રોજેક્ટ છે. જેનું નામ ફિક્સ થયું નથી. શરવરી છેલ્લે 'મૈં વાપસ આઉંગા' ફિલ્મમાં જોવા મળી હતી, આ ફિલ્મ ઈમ્તિયાઝ અલીએ બનાવી હતી. આ ફિલ્મને દર્શકોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને આ ફિલ્મની સ્ટોરીલાઈન પસંદ પડી રહી છે.

સ્ક્રિપ્ટ પર કામ ચાલું
લવ રંજનની ટીમ હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. આ ફિલ્મના કેટલાક કોમન સીન શુટ કરવામાં પણ આવી રહ્યા છે. ફિલ્મનું ફૂલફ્લેજડ શુટિંગ ડીસેમ્બરમાં શરૂ થવાનું છે. સ્ક્રિપ્ટ એકવાર ફાઈનલ થયા બાદ બાકીનું શુટિંગ ઓન ફ્લોર થશે. આ ફિલ્મને લઈ કાર્તિક ફાઈનલ છે પણ હજુ સુધી તેને પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ખબર નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ કાર્તિક પાસે જશે,પછી મેકર્સ શરવરી વાઘની મુલાકાત કરશે. હવે બન્ને કલાકારો એક થીમેટિક ફિલ્મને લઈને રાજી થશે તો શુટિંગ શેડ્યુલ આગળ વધશે. ટૂંક સમયમાં આ ફિલ્મનું નામ જાહેર થશે પણ ફિલ્મની વાર્તા સસ્પેન્સ રહેશે. મેકર્સની ટીમે શરવરીનો સંપર્ક કર્યા હોવાનું પણ જાણવા મળે છે. એક્ટ્રેસને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી તો નવી જોડી સ્ક્રિન પર ધૂમ મચાવશે. આ ખૂબ મોટા બજેટની ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મનું બજેટ 200 કરોડ હોવાનું માનવામાં આવે છે.
ફિલ્મની તૈયારીઓ શરૂ
હજુ સુધી કાર્તિક કે શરવરીએ આ ફિલ્મને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. મેકર્સે પણ કોઈ વાત કહી નહીં. સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે, ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હાલમાં મ્યુઝિક અને ગીતકાર તરીકે ચર્ચાઓ ચાલી રહી છે. કાર્તિકની નવી ફિલ્મમાં થીમ શું રહેશે એની રાહ દર્શકો જોઈ રહ્યા છે. નામ જાહેર થયા બાદ વાર્તાની કલ્પના કરવામાં આવી રહી છે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મ આગામી વર્ષે આવી શકે છે. ટિઝર પણ આવતા વર્ષે જોવા મળશે. ડીસેમ્બરમાં શુટિંગ શેડ્યુલ છે તો કમ સે કમ આઠથી દસ મહિના ફિલ્મને લાગી શકે એમ છે. હવે આ ફિલ્મ સાથે અન્ય કોણ કોણ જોડાઈ શકે છે એ જોવાનું છે.