Tue Sep 15 2026

Logo

ટૂંકું ને ટચઃ જાણો છો ગોંદ કતીરાના આ ફાયદા?

2026-06-16 08:06:00
Author: Khushbu Mulani Thakkar
ટૂંકું ને ટચઃ જાણો છો ગોંદ કતીરાના આ ફાયદા?

ખુશ્બુ મુલાણી ઠક્કર

ગોંદ કતીરા એ ગરમીમાં પીવામાં આવતું એક ઠંડું પીણું છે. આને જુદી જુદી રીતે બનાવી શકાય. આ પીણું પીવાથી શરીરમાં એનર્જી આવે છે, હાડકાં મજબૂત થાય છે અને ઇમ્યુનિટી પણ વધે. 

રોઝ- ગોંદ કતીરા

સામગ્રી: ગુલાબ શરબત 3થી 4 ચમચી, ખાંડ અથવા મધ  સ્વાદ અનુસાર, બરફના ટુકડા- તુલસીનાં બીજ (સબજા) 1 ચમચી (ઇચ્છા મુજબ), ડ્રાયફ્રૂટ્સ બદામ, પિસ્તા કાપેલા, ગુલાબની પાંખડીઓ સજાવટ માટે 

બનાવવાની રીત : 

1. ગોંદ કતીરાને 7થી 8 કલાક અથવા રાતભર પાણીમાં પલાળી રાખો.
2. પલાળ્યા બાદ ગોંદ ફૂલીને જેલી જેવો બની જશે.
3. એક ગ્લાસમાં ગુલાબ શરબત ઉમેરો.
4. તેમાં પલાળેલો ગોંદ કતીરા અને સબજા બીજ ઉમેરો.
5. હવે ઠંડું દૂધ અથવા પાણી ઉમેરો.
6. સ્વાદ મુજબ ખાંડ અથવા મધ મિક્સ કરો.
7. ઉપરથી બરફ અને ડ્રાયફ્રૂટ્સ નાખી સજાવો અને ઠંડું-ઠંડું સર્વ કરો.

ખાસ ટિપ્સ: દૂધની જગ્યાએ નાળિયેર પાણી પણ વાપરી શકાય. વધારે માત્રામાં ગોંદ કતીરા ન લેવો, કારણ કે તે ભારે પડી શકે.

ફાયદા:  શરીરને ઠંડક આપે, ડિહાઇડ્રેશનથી બચાવે, એનર્જી વધારે, પેટને શાંત રાખે, ગરમીના કારણે થતાં થાક અને બળતરા ઘટાડે.