Tue Jan 27 2026

Logo

White Logo

માલિકના મોત બાદ 4 દિવસ સુધી શ્વાન બરફમાં મૃતદેહ પાસે બેસી રહ્યો, વાયરલ વીડિયો જુઓ આંખો ભીની થઈ જશે...

10 hours ago
Author: Savan Zalariya
Video

ચંબા: શ્વાનને માણસનો મિત્ર માનવામાં આવે છે, હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક પાલતું પીટ બુલ શ્વાને આ વાતનું પુરાવો આપ્યો છે. ભરમૌરમાં માલિકનું મોત થયા બાદ શ્વાન હિમવર્ષા અને કડકડતી ઠંડી છતાં ચાર દિવસ સુધી મૃતદેહ પાસે બેસી રહ્યો. 

ભરમૌરના ભરમણી મંદિર પાસે વિડીયો શૂટ કરતી વખતે બિક્ષિત અને પીયૂષ નામના બે યુવાનો ગુમ થઈ ગયા હતા. તાપસ કરતા જાણવા મળ્યું કે બરફમાં ફસાઈ જવાથી બંનેનું મોત નીપજ્યું છે. કઠોર હવામાન વચ્ચે ચાર દિવસ બાદ રેસ્ક્યુ ટીમો અને સ્થાનિક ગ્રામજનો મૃતદેહ લેવા ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે પીયૂષનો મૃતદેહ બરફના થર નીચે દટાયેલો હતો અને તેની બાજુમાં તેનો પાલતુ પીટ બુલ શ્વાન બેઠો હતો.

પીટ બુલ શ્વાન ચાર દિવસ સુધી ખાધા પીધા વગર મૃતદેહ પાસે જ ઉભો રહ્યો. આ દરમિયાન સતત હિમવર્ષા થઇ રહી હતી અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, છતાં શ્વાન ત્યાં જ બેઠો રહ્યો. તે ત્યાં જંગલી પ્રાણીઓથી માલિકના મૃતદેહની રક્ષણ કરતો રહ્યો.

જયારે રેસ્ક્યુ ટીમ મૃતદેહ લેવા માટે પહોંચી ત્યારે પિટ બુલ શ્વાને તેમના પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. રેસ્ક્યુ ટીમે હળવાશથી કામ લીધું અને શ્વાનને સમજવવાનનો પ્રયાસ કર્યો કે તેઓ મદદ કરવા આવ્યા છે. ત્યાર બાદ શ્વાને રેસ્ક્યુ ટીમે મૃતદેહ લઇ જવા દીધો.  

સોશિયલ મીડિયા પર આ ઘટની ચર્ચા થઇ રહી છે. શ્વાન પ્રેમીઓ ભાવુક પોસ્ટ લખી રહ્યા છે.