Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 17 Feb 2026

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

3 weeks ago

નેપાળની પ્રથમ જીત સાથે વિદાય

વાનખેડે સ્ટેડિયમમાં નેપાળે સ્કૉટલૅન્ડને સાત વિકેટે હરાવીને આ વર્લ્ડ કપમાં પ્રથમ જીત મેળવવાની સાથે વિદાય લીધી છે. સ્કૉટલૅન્ડે સાત વિકેટે 170 રન કર્યા બાદ નેપાળની ટીમ દીપેન્દ્ર એઇરી (50 અણનમ 50, 23 બૉલ ત્રણ સિક્સર, ચાર ફોર) તથા કુશાલ ભુર્ટેલ (43 રન, 35 બૉલ, ચાર સિક્સર, એક ફોર)ની ઇનિંગ્સની મદદથી 19.2 ઓવરમાં ત્રણ વિકેટે 173 રન કરીને બહુમૂલ્ય વિજય મેળવ્યો હતો. નેપાળ પાછલી ત્રણેય મૅચ હરીફોને સંઘર્ષ કરાવ્યા બાદ હાર્યું હતું. સ્કૉટલૅન્ડે પણ ત્રણ પરાજય સાથે વિદાય લીધી છે.

3 weeks ago

ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં 20 થી વધુ કરારો થયા

ભારત અને ફ્રાન્સ વચ્ચે  વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે. ત્યારે  મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી, નવીનતા અને ઉર્જા ક્ષેત્રોમાં 20 થી વધુ કરારો થયા છે.

3 weeks ago

ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં 20 થી વધુ કરારો થયા

ભારત અને ફ્રાન્સ વચ્ચે  વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે. ત્યારે  મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી, નવીનતા અને ઉર્જા ક્ષેત્રોમાં 20 થી વધુ કરારો થયા છે.

3 weeks ago

પીએમ મોદીએ કહ્યું ભારત પાસે એઆઇનું વૈશ્વિક પાવર હાઉસ બનવાની ક્ષમતા અને ઉર્જા

નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એઆઈ સમિટ 2026  દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. પીએમ મોદી ભારતને ત્રણ વૈશ્વિક એઆઈ સુપરપાવર્સમાંનું એક ગણાવ્યું છે અને 2047 ના વિઝન વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત પાસે એઆઇનું વૈશ્વિક પાવર હાઉસ બનવાની ક્ષમતા અને ઉર્જા  ધરાવે છે.

3 weeks ago

બિલ ગેટ્સ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલી 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ'માં બિલ ગેટ્સની હાજરી અંગેની અટકળોનો અંત આવ્યો છે. ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે બિલ ગેટ્સ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સમિટમાં ભાગ લેશે અને પોતાનું મુખ્ય વક્તવ્ય આપશે. અગાઉ જેફરી એપ્સટાઈન સાથે જોડાયેલા વિવાદાસ્પદ દસ્તાવેજોમાં નામ હોવાને કારણે તેમનું આમંત્રણ રદ થયાની ચર્ચાઓ વહેતી થઈ હતી, પરંતુ હવે તેમની સહભાગીતાની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે.

3 weeks ago

બાંગ્લાદેશમાં 18 મહિના બાદ નવી સરકારની રચના, તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા

બાંગ્લાદેશમાં 18  મહિના બાદ  નવી સરકારની રચના થઇ છે. જેમાં  તારિક રહેમાને  વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બાંગ્લાદેશમાં વર્ષ 2014 માં શેખ હસીનાની સરકારના પતન બાદ  વ્યાપક હિંસા ફેલાઈ હતી. તેમજ  મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર  તરીકે પણ સેવા આપી હતી. મુહમ્મદ યુનુસે સોમવારે રાજીનામું આપ્યું હતું.

3 weeks ago

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, સુકમામાં 22 નક્સલીઓએ આત્મ સમર્પણ કર્યું

દેશમાં ચલાવવામાં આવી રહેલા નકસલ મુક્ત અભિયાન અંતર્ગત છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જેમાં સુકમા જિલ્લામાં 22 નક્સલીઓએ હિંસા છોડીને સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જેમાં એક મહિલા નક્સલીનો પણ સમાવેશ થાય છે.

3 weeks ago

ઝિમ્બાબ્વેની મૅચમાં વરસાદ, જો મુકાબલો પડતો મુકાશે તો ઑસ્ટ્રેલિયા આઉટ

શ્રીલંકાના પલ્લેકેલમાં ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ-બીની મૅચમાં વરસાદને કારણે રમત શરૂ નથી થઈ શકી અને ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરના મુકાબલા માટે કટ-ઑફ ટાઇમ સાંજે 6.15 વાગ્યાનો છે. જો આ મૅચ વરસાદને લીધે તેમ જ મેદાન ભીનું હોવાને કારણે કે ખરાબ પ્રકાળને લીધે નહીં રમાય તો આ ગ્રૂપમાંથી ઝિમ્બાબ્વે સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી જશે અને ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા તેમ જ આયરલૅન્ડ આ વર્લ્ડ કપની બહાર થઈ જશે. પૅટ કમિન્સ અને મિચલ માર્શ વિનાની ઑસ્ટ્રેલિયન ટીમ માટે શરૂઆતથી જ આ વિશ્વ કપ ખૂબ સંઘર્ષભય રહ્યો છે.

3 weeks ago

ઝિમ્બાબ્વેની મૅચમાં વરસાદ, જો મુકાબલો પડતો મુકાશે તો ઑસ્ટ્રેલિયા આઉટ

શ્રીલંકાના પલ્લેકેલમાં ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ-બીની મૅચમાં વરસાદને કારણે રમત શરૂ નથી થઈ શકી અને ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરના મુકાબલા માટે કટ-ઑફ ટાઇમ સાંજે 6.15 વાગ્યાનો છે. જો આ મૅચ વરસાદને લીધે તેમ જ મેદાન ભીનું હોવાને કારણે કે ખરાબ પ્રકાળને લીધે નહીં રમાય તો આ ગ્રૂપમાંથી ઝિમ્બાબ્વે સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી જશે અને ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા તેમ જ આયરલૅન્ડ આ વર્લ્ડ કપની બહાર થઈ જશે. પૅટ કમિન્સ અને મિચલ માર્શ વિનાની ઑસ્ટ્રેલિયન ટીમ માટે શરૂઆતથી જ આ વિશ્વ કપ ખૂબ સંઘર્ષભય રહ્યો છે.

3 weeks ago

પીએમ મોદી મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા, સંરક્ષણ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન મંગળવારે ભારતની મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ એરપોર્ટ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.  પીએમ મોદી મુંબઈમાં મેક્રોનને મળ્યા હતા. તેમજ  સંરક્ષણ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા  કરી હતી.

3 weeks ago

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મંજૂરી આપી

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની છ સભ્યોની ખાસ બેન્ચે કેન્દ્રના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના વિરોધ વચ્ચે એનજીટીએ જણાવ્યું છે કે  પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે યોગ્ય સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. આ સુનાવણી દરમિયાન બેન્ચે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. એનજીટી દ્વારા પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી પર પુનર્વિચાર કરવા માટે સોંપવામાં આવેલી હાઈ- પાવર  સમિતિ દ્વારા આ મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી.

3 weeks ago

ગુજરાતમાં 4.40 કરોડ મતદારો નોંધાયા

સતત સાડા ત્રણ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. મુસદ્દ મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો આખરી મતદાર યાદીમાં થયો છે.

3 weeks ago

સલીમ ખાન આઈસીયુમાં

પ્રસિદ્ધ બોલીવૂડ ફિલ્મોના લેખક સલીમ ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સલીમ ખાન આઈસીયુમાં હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. જાવેદ અખ્તર સાથે જોડી જમાવી સુપરહીટ ફિલ્મો લખનારા સલીમ બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા છે. સલમાન ખાન સહિત પરિવાર બાન્દ્રા ખાતેની લીલાવતી હૉસ્પિટલમાં જોવા મળ્યો હતો.

3 weeks ago

વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા આમ આદમી પાર્ટીની માંગ

આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી. આપના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, સુધીર વાઘાણી અને ચૈતર વસાવાએ હાથમાં વિધાનસભા સત્રનું પ્રસારણ લાઈવ કરો તેવા બેનરો સાથે આવ્યા હતા.

3 weeks ago

કૅનેડાના યુવરાજની સેન્ચુરી, ન્યૂ ઝીલૅન્ડને મળ્યો 174 રનનો લક્ષ્યાંક

ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે શ્રીલંકાના પથુમ નિસન્કા (100 અણનમ ) પછી આજે ટૂર્નામેન્ટમાં બીજી સેન્ચુરી ફટકારવામાં આવી જેમાં કૅનેડાના યુવરાજ સામરા (110 રન, 65 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) એ ન્યૂ ઝીલેન્ડના અનુભવી બોલર્સનો સામનો કરીને સદી ફટકારી. કૅનેડાએ ચાર વિકેટે 173 રન કરીને કિવીઓને 174 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડે ધમાકેદાર શરૂઆત કરી છે.

3 weeks ago

ગુજરાત વિધાનસભામાં ત્રણ (સુધારા) વિધેયક થયા રજૂ

ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક, ૨૦૨૬, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, ૨૦૨૬ તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન ( ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૬ રજૂ થયા હતા.

3 weeks ago

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકી

ગુજરાતમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વડોદરાના સ્કૂલ બાદ હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે ઉપરાંત ગાંધીનગર સેસન્સ અને વલસાડ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.

3 weeks ago

અરબ સાગરમાં ATS કોસ્ટ ગાર્ડની કાર્યવાહી

ગુજરાતમાં કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન બે પાકિસ્તાનીઓની કરોડોના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

3 weeks ago

પંજાબમાં હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને ઉડાવી દેવાની ધમકી મળતાં  સુરક્ષા એજન્સીઓએ હોસ્પિટલ ઘેરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મોહાલીની અનેક શાળાઓને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ગઈકાલે ગુજરાતની પણ 50 જેટલી શાળાઓને આવો ઈમેલ મળ્યો હતો.

3 weeks ago

અમદાવાદ-દાહોદ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત

અમદાવાદ-દાહોદ હાઈવે પર લીમખેડાના ઢઢેલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ડ્રાયવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

3 weeks ago

રાજ્યમાં આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં આજે  ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે.  કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી બાદ આ યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચની વેબસાઈટ પર યાદી પ્રસિદ્ધ થશે.

3 weeks ago

અમેરિકામાં ભારતીય યુવક પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ

અમેરિકાના ન્યૂ જર્સીમાં ભારતીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ છે. જો આરોપ સાચો સાબિત થશે તો જેલ અને તોતિંગ દંડની સજા થશે.

3 weeks ago

અમેરિકામાં ગોળીબાર

અમેરિકાના રોડ આઈલેન્ડમાં યુવા આઈસ હોકી મેચ દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોતના અહેવાલ છે અને હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો છે. પોલીસ વડાના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.