Tue Jan 27 2026

Logo

White Logo

‘જનતા જાણે છે અસલી કાલનેમી કોણ છે’ અવિમુક્તેશ્વરાનંદે યોગી પર વળતો પ્રહાર કર્યો...

4 days ago
Author: Savan Zalariya
Video

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન મૌની અમાવસ્યાના સ્નાન દરમિયાન શરુ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી આમને સામને આવી ગયા છે. યોગીએ અવિમુક્તેશ્વરાનંદને કાલનેમી ગણાવ્યા હતાં, હવે અવિમુક્તેશ્વરાનંદને યોગીને વળતો જવાબ આપ્યો છે, તેમણે કહ્યું દેશના લોકોને જાણ છે જ કે કલાનેમી કોણ છે.

આ સમગ્ર વિવાદ 18 જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો. મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્યની પાલખીને પ્રયાગરાજમાં રોકવામાં આવી હતી. વહીવટીતંત્રે તેમની પાસેથી શંકરાચાર્ય હોવાનો પુરાવો માંગ્યો હતો. તંત્રેએ તેમને બે નોટીસ પાઠવી હતી, માઘ મેળામાં તેમના પર કાયમ માટે પ્રતિબંધિત મુકવાની ચેતવણી આપી હતી અને 24 કલાકની અંદર સંતોષકારક જવાબ ન મળે તેમની સંસ્થાને આપવામાં આવેલી જમીન અને અન્ય સુવિધાઓ પાછી લઈ લેવાની પણ ચેતવણી આપી હતી. રોષે ભરાયેલા શંકરાચાર્ય સંગમ કિનારે ધરણા પર બેઠા છે.

યોગીએ અવિમુક્તેશ્વરાનંદને કાલનેમી ગણાવ્યા:

યોગી આદિત્યનાથે શંકરાચાર્યની ટીકા કરતા નિવેદન આપ્યું હતું, " એક સંત તરીકે ધર્મ અને રાષ્ટ્રથી વધુ કંઈ મહત્વનું ન હોઈ શકે. તેમની પાસે કોઈ વ્યક્તિગત મિલકત નથી હોતી. ઘણા કાલનેમીઓ છે જે ધર્મની આડમાં સનાતન ધર્મને નુકશાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આપણે તેમનાથી સાવધ રહેવું જોઈએ.”

અવિમુક્તેશ્વરાનંદ વળતો પ્રહાર કર્યો:
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મુખ્ય પ્રધાન યોગીને વળતો જવાબ આપતા કહ્યું, "યોગીએ ભાષણબાજ ન બનવું જોઈએ. યોગી પોતે ફસાયેલા છે, અધિકારીઓએ તેમને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા છે. મને મળેલી નોટિસ પાછળ દ્વેષભાવ છે. તેઓ 12 વર્ષથી સત્તામાં છે, પરંતુ રાજ્યમાં ગૌહત્યા નથી રોકી શક્યા. દેશના લોકો જાણે છે કે કાલ-નેમી કોણ છે."

અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "જો તેઓ ઈચ્છે તો, તેઓ શિબિરો તોડી નાખે, અમે પહેલાથી જ ફૂટપાથ પર બેઠા છીએ. અમે આનંદ પ્રમોદ નથી માણી રહ્યા, તેઓ ગાદી પર બેઠા છે. જે ગુનો થયો છે તેના પર નજર કરો અને નિર્ણય લો."