13 ઓગસ્ટથી શરૂ થશે ભારતના આ બે રાજ્યમાં ડિજિટલ લોક અદાલત

આમચી મુંબઈ દેશ વિદેશ

રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (RSLSA) અને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (MSLSA) દ્વારા 13મી ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ લોક અદાલતનું ડિજીટાઈઝેશન સામાન્ય લોકોને તેમના ઘરેથી ન્યાય મેળવવાની સુવિધા આપશે. દેશભરની વિવિધ અદાલતોમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ભારતની પ્રથમ AI-સંચાલિત, આધુનિક ડિજિટલ લોક અદાલતનું ઉદ્ઘાટન રાજસ્થાનના જયપુરમાં આયોજિત 18મી અખિલ ભારતીય કાનૂની સેવા સત્તામંડળની બેઠક દરમિયાન NALSAના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ UU લલિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી તેને મહારાષ્ટ્રમાં પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કોર્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત થનારી પ્રથમ કોર્ટ છે. ડિજિટલ લોક અદાલત યુપીટી જસ્ટિસ ટેક્નોલોજી દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.
જસ્ટિસ ટેક્નોલોજીના સ્થાપક અને સીઇઓ રમણ અગ્રવાલ જણાવે છે કે ડીજીટલ લોક અદાલતનો ઉપયોગ મહારાષ્ટ્ર અને રાજસ્થાન દ્વારા પ્રી-લીટીગેશન તબક્કામાં પડતર વિવાદોના ઝડપી અને કાર્યક્ષમ સમાધાન માટે કરવામાં આવશે. ડિજિટલ લોક અદાલત કાર્યક્ષમતા, સુવિધા અને પારદર્શિતા પણ સુનિશ્ચિત કરશે. તે ‘ઈઝ ઑફ જસ્ટિસ’ને પણ વધારશે.
નોંધનીય છે કે અગાઉ યોજાયેલી ભૌતિક લોક અદાલતો એક જ દિવસમાં રેકૉર્ડ કેસોનું નિરાકરણ કરતી હતી અને ખાસ્સી લોકપ્રિય હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.