Fri Jun 05 2026

Logo

IRCTC લાવ્યું 'દિવ્ય દક્ષિણ યાત્રા': આટલા રૂપિયામાં મળશે રહેવા-જમવા અને વીમા સહિતની સુવિધાઓ; ટિકિટ બુક કરાવતા પહેલાં વાંચો વિગત

2026-06-04 20:54:37
Author: Darshana Visaria
Article Image

ChatGTP Ai Generated Image


જો તમે પણ આગામી દિવસોમાં દક્ષિણ ભારતના પ્રખ્યાત અને પવિત્ર તીર્થસ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર સમાચાર છે. એમાં પણ ખાસ કરીને જો તમારી ટ્રાવેલ લિસ્ટમાં રામેશ્વરમ્ અને કન્યાકુમારી જેવા પવિત્ર ધામો શામેલ હોય, તો આ માહિતી તમારા ખૂબ કામ આવી શકે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ પ્રવાસીઓ માટે 'ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન' દ્વારા એક ખાસ બજેટ પેકેજ લોન્ચ કર્યું છે. જેના વિશે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું. 

શું છે આ ટૂર પેકેજનું શેડ્યૂલ?

આઈઆરસીટીસીના આ શાનદાર પેકેજનું નામ 'દિવ્ય દક્ષિણ યાત્રા વિથ અરુણાચલમ' રાખવામાંવામાં આવ્યું છે અને આ આખી ટૂરનું આયોજન આ પ્રમાણે કરવામાં આવ્યું છે-

યાત્રાનો સમયગાળો: 8 રાત અને 9 દિવસ
ટૂરની શરૂઆત 20મી જુલાઈ
ટૂર પેકેજ કોડ: SCZBG-63
કુલ બેઠકો: 702 સીટો (સ્લીપર: 162, 3AC: 490, 2AC: 52)

ક્યાંથી શરૂ થશે સફર?

આ યાત્રાનો મુખ્ય આરંભ સિકંદરાબાદથી થશે. જોકે, પ્રવાસીઓની સગવડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ચારલાપલ્લી, જંગાવ, કાજીપેટ, વારંગલ, મહબૂબાબાદ, ખમ્મમ, માધિરા, વિજયવાડા, તેનાલી, ઓંગોલ, નેલ્લોર, ગુડૂર અને રેનિગુન્ટા સ્ટેશનો પરથી પણ ટ્રેનમાં ચઢવા અને ઉતરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ સાત પ્રમુખ ધાર્મિક સ્થળોના દર્શન કરાવાશે:

તિરુવન્નામલાઈ: અરુણાચલમ મંદિર
ચિદમ્બરમ: નટરાજ મંદિર
ત્રિચી: શ્રી રંગનાથસ્વામી મંદિર
તંજાવુર: બૃહદેશ્વર મંદિર
રામેશ્વરમ્: રામનાથસ્વામી મંદિર
મદુરાઈ: મીનાક્ષી અમ્મન મંદિર
કન્યાકુમારી: કુમારી અમ્મન મંદિર અને રોક મેમોરિયલ

ટૂર પેકેજનું ભાડું (પ્રતિ વ્યક્તિ):

પુખ્ત વયના લોકો માટે ભાડું:
સ્લીપર ક્લાસ:
15,600 રૂપિયા
3AC ક્લાસ: 23,100 રૂપિયા
2AC ક્લાસ: 29,500 રૂપિયા

5થી 11 વર્ષના બાળકો માટે ભાડું:

સ્લીપર ક્લાસ: 14,600 રૂપિયા
3AC ક્લાસ: 21,900 રૂપિયા
2AC ક્લાસ: 28,100 રૂપિયા

પ્રવાસીઓને મળનારી પ્રીમિયમ સુવિધાઓ:

આઈઆરસીટીસીના આ પેકેજમાં માત્ર મુસાફરી જ નહીં, પણ પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ખાવા-પીવાની ચિંતા મુક્ત: પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડિનર શામેલ છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ: સુરક્ષાના ભાગરૂપે તમામ મુસાફરોને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે.
ટૂર એસ્કોર્ટ્સ: પૂરા પ્રવાસ દરમિયાન પ્રવાસીઓની મદદ અને માર્ગદર્શન માટે પ્રોફેશનલ ગાઇડ અને સહાયક સ્ટાફ ટ્રેનમાં હાજર રહેશે.

બુકિંગ કેવી રીતે કરવું?

આ પવિત્ર યાત્રા માટે સીટો મર્યાદિત હોવાથી તમે સમયસર આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ irctctourism.com પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકો છે.