પૅરિસઃ રશિયન ટીનેજર મિરા ઍન્ડ્રીવાએ ગુરુવારે યુક્રેનની માર્ટા કૉસ્ત્યુકને અહીં ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં 6-1, 6-3થી હરાવી દીધી ત્યાર બાદ સ્વાભાવિક રીતે બન્ને ખેલાડીઓએ એકમેક સાથે હાથ નહોતા મિલાવ્યા અને તેમણે ભેગા થઈને ફોટા માટે પોઝ પણ નહોતા આપ્યા.
ચાર વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે. હાલમાં આ યુદ્ધ ચરમસીમાએ છે. મિરા (Mirra) યુક્રેનની હરીફ કૉસ્ત્યુકને પરાજિત કરીને પહેલી જ વખત ગ્રેન્ડ સ્લૅમની ફાઇનલમાં પહોંચી છે.
MIRA ANDREEVA EN FINALE 🔥
— Prime Video Sport France (@PVSportFR) June 4, 2026
La jeune russe va jouer da première finale de Grand Chelem à seulement 19 ans 👏
C'est la première défaite de Marta Kostyuk sur terre battue cette saison après 18 matchs 🥶#RolandGarros pic.twitter.com/YoyT1zCXbY
મૅચ બાદ કૉસ્ત્યુક ઝડપથી ટેનિસ કોર્ટની બહાર દોડી ગઈ હતી. તે હારી હતી, પણ મૅચ દરમ્યાન પોતાને ચિયર-અપ કરનાર પોતાના દેશ-તરફી પ્રેક્ષકોને ફ્લાઇંગ કિસ આપતી-આપતી ગઈ હતી.
સામાન્ય રીતે મૅચ બાદ બેઉ હરીફ પ્લેયરો એકમેક સાથે હાથ મિલાવે, પરંતુ આ કિસ્સામાં બન્ને પ્લેયર વચ્ચે નેટ પર હાથ મિલાવવા (Handshake)ની ઘટના તો બની જ નહોતી, બન્ને ખેલાડીએ અલગ રીતે બાળકો સાથે ઊભા રહીને ફોટા પડાવ્યા હતા. બીજી સેમિ ફાઇનલ રશિયાની ડાયેના સ્નાઇડર અને પોલૅન્ડની મૅયા શ્વાલિસ્કા વચ્ચે હતી.