મુંબઈઃ બોલીવુડની સ્લિમ એન્ડ ટ્રિમ એક્ટ્રેસ, બ્યુટી વીથ બ્રેઈન ગણાતી કૃતિ સેનન પોતાના બિકિની અવતારને લઈને ચર્ચામાં છે. નવી ફિલ્મ 'કોકટેલ-2'માં એના બિકિની લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ માટે તેણે ખાસ જિમ પ્લાન અને ડાયેટ કર્યું હતું. એક મુલાકાતમાં તેણે આ વાત જાહેર કરી હતી. ભૂખના કારણે ચિડાઈ જતી હતી આ વાતની સાક્ષી શાહિદ કપૂર ખુદ છે. શાહિદે પણ એની વાતને સમર્થન આપતા હકીકત જણાવી હતી. કટ્સ, ફિગર અને ફ્લોટ લૂકમાં દેખાઈ રહેલી કૃતિનો બિકિની અવતાર કાતિલ મનાય રહ્યો છે.
ટ્રેનરે કર્યો પ્લાન શૅર
ફિલ્મ શરૂ થઈ ન હતી એ પહેલા જ આ ફિલ્મ માટે કૃતિએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ખાસ કરીને પોતાના ફીગરને ફીટ બનાવવા અને બિકિની લૂક માટે તૈયાર કરવા માટે કસરત શરૂ કરી હતી.એના ફિટનેસ ટ્રેનર કરણ સહાનીએ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણા વાત કહી હતી. કરણે કહ્યું કે, કૃતિએ જબરદસ્ત ટ્રાંસફોર્મેશન કર્યું છે.
એલીના પાત્ર માટે કૃતિએ એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી.આ માટે સ્લીમ થવા, બોડી ટોન્ડ કરવા અને પર્ફેક્ટ લૂક માટે એક એવા બોડીની જરૂર હતી જે બિકિની સિવાય પણ વેસ્ટર્ન આઉટફીટમાં સારૂ લાગે. કેમેરા સામે પર્ફેક્ટ લાગતા પહેલા ઓરિજનલી પર્ફેક્ટ બનવા માટેની આ તૈયારીઓ હતી.
ઝીરો ફિગર કરવાનું ન હતું
સૌથી મોટી અને ખાસવાત એ છે કે, વજન ઓછું કરવાની સાથે-સાથે ફેસ પર નેચરલ ગ્લો, ફીટ લૂક અને બોડી કટ્સ જાળવી રાખવા પણ એક ચેલેન્જ હતી.આ રોલમાં કૃતિનો પહેલો બિકિની સીન પણ છે. પોતાની મર્યાદાથી આગળ વધીને કૃતિએ ખૂબ જ મહેનત કરી છે.

કૃતિ સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતા કરણે કહ્યું કે,આ સફર માત્ર વજન ઓછું કરવા કે ફીટ રહેવા પૂરતી જ ન હતી.હોમી અડજાનિયાના એ વિઝનને સ્ક્રિન પર ઊતારવા માટેની એક સિનેમેટિક પ્રક્રિયાનો ભાગ હતો.એલીના પાત્ર માટે ડાયરેક્ટરે જે વિચાર્યું હતું એ કૃતિએ સ્ક્રિન પર અને ઓફસ્ક્રીન પર અચીવ કરીને બતાવી દીધું. ડાયરેક્ટરે જે પાત્ર વિચાર્યું હતું એ સ્ક્રિન પર ઉપસી આવ્યું છે.
માત્ર જીમિંગ જવાબદાર નથી
આ પ્રોજેક્ટને લઈને પહેલીવાર જ્યારે મેં અને કૃતિએ ચર્ચા કરી તો અમારો હેતું માત્ર જીમમાં જઈને પરસેવો કાઢવાનો ન હતો.'કોકટેલ-2'માં તે એલીનું પાત્ર પ્લે કરી રહી છે. આ પાત્ર સાથે તેના ફિલ્મી કેરિયરનો આ પહેલો બિકિની લૂક છે, જે એક સિન સાથે જોડાયેલો હતો.કૃતિ માટે પણ આ ખૂબ જ ચેલેન્જિગ હતું.

માત્ર શરીર જ નહીં મનની પણ એક પરીક્ષા હતી એટલે જે દિવસે વર્કઆઉટ કરવાનું મન બિલકુલ ન હોય એ દિવસે પણ તે પૂરી ઈમાનદારી સાથે જીમમાં આવતી.ડાયરેક્ટરે જ કહ્યું હતું કે, કૃતિનું પાત્ર એકદમ ફીટ અને મસ્ક્યુલર દેખાવું જોઈએ. પણ સાઈઝ ઝીરો બિલકુલ નહીં. શરીર પાતળું પણ કસાયેલું દેખાવું જોઈએ. પાત્ર ફીટ હોવું જોઈએ. કૃતિના સ્ટમક પર એબ્સ એવા હોવા જોઈએ જે નેચરલ પણ લાગે અને ઉપસીને પણ આવે.
પાંચ વસ્તુઓ પર હતો આધાર
એની શકિત સ્ક્રિન પર અનુભવી શકાય. સૌથી મોટો પડકાર એ હતો કે, કૃતિના ચહેરા પર એનો નેચરલ લૂક, નેચરલ ગ્લો ઓછો ન થવો જોઈએ અને ગાયબ તો બિલકુલ ન થવો જોઈએ. શરીરમાંથી વજન ઓછું થાય એટલે ચેહરા પર અસર દેખાય છે.આવું ડાયરેક્ટર બિલકુલ ઈચ્છતા ન હતા. એટલી ફિટ હોવાની સાથે ગ્લો દેખાય એવી હોવી જોઈએ.
એક મર્યાદાથી વધારે એ પાતળી થઈ જાય તો ચહેરા પરથી ગ્લો પણ જતો રહે. આ ટ્રાંસફોર્મેશન પાંચ વસ્તુઓ પર આધારિત હતું. સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઈંકલાઈન વોક્સ, કાર્ડિયો, પર્ફેક્ટ ડાયટ પ્લાન અને ડાયરેક્ટરના ઈન્પુટ. એક દાયકાથી વધારે સમય પછી 'કોકટેલ' ફિલ્મની સિક્વલ આવી રહી છે.આ ફિલ્મ 19 જુનના રિલીઝ થઈ રહી છે.