પૅરિસ: ફ્રેન્ચ ઓપન (French Open) ટેનિસ ટૂર્નામેન્ટમાં બેલારુસની વર્લ્ડ નંબર-વન મહિલા ખેલાડી અરીના સબાલેન્કા (Sabalenka) 2025ની ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારી જતાં પ્રથમ ટ્રોફીથી એક જ ડગલું દૂર રહી ગઈ હતી, પણ આ વખતે તે ત્રણ ડગલાં દૂર રહી ગઈ.
ક્વૉર્ટર ફાઇનલમાં બુધવારે તેનો ડાયેના સ્નાઇડર સામે 6-3, 5-7, 0-6થી પરાજય થયો હતો.
રશિયાની સ્નાઇડર પહેલી જ વખત ગૅ્રન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી અને એમાં તેણે ચાર ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સબાલેન્કા જેવી ધરખમ ખેલાડીને હરાવીને સનસનાટી મચાવી દીધી છે.
પુરુષ વર્ગમાં લેજન્ડ નોવાક જૉકોવિચ અને વર્લ્ડ નંબર-વન યાનિક સિનર ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે. જોકે ઝ્વેરેવ અને ફૉન્સેકા જેવા જાણીતા ખેલાડીઓ ચોથો રાઉન્ડ પાર કરી ચૂક્યા છે. કાર્લોસ અલ્કરાઝ ઈજાને લીધે નથી રમી રહ્યો.