Mon Aug 31 2026

Logo

ચોમાસામાં 24 વખત આવશે મોટી ભરતી: BMCએ જાહેર કર્યું સમયપત્રક

2026-06-04 19:55:21
Author: Mumbai Samachar Team
ચોમાસામાં 24 વખત આવશે મોટી ભરતી: BMCએ જાહેર કર્યું સમયપત્રક

ChatGTP Ai Generated Image


જૂન મહિનામાં સળંગ 6 દિવસ દરિયામાં મોટી રહેશે મોટી ભરતી

મુંબઈઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે હવે અન્ય રાજ્યમાં પણ મેઘરાજાનું કાઉન્ટડાઉન ચાલુ થઈ છે, ત્યારે મુંબઈમાં નાગરિકોને સતર્ક રહેવા માટે પાલિકાએ મહત્ત્વની જાહેરાત કરી છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ચોમાસાના ૪ મહિના દરમિયાન આવનારી મોટી ભરતીઓનું સમયપત્રક જાહેર કર્યું છે. 

આ ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ૪ મહિનાના સમયગાળા દરમિયાન દરિયામાં ૨૪ વખત મોટી ભરતી આવશે. આ સમય દરમિયાન, દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળશે. દરમિયાન, જૂન મહિનામાં સતત છ દિવસ સુધી દરિયામાં મોટી ભરતી રહેશે.

મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન ભરતી-ઓટનું સમયપત્રક જાહેર કર્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકોને ભરતીના સમયે દરિયા કિનારે નહીં જવા અને આ સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.

મુંબઈમાં ગિરગામ, દાદર, જુહુ, માહિમ, વર્સોવા, અક્સા, ગોરાઈ એમ સાત મુખ્ય બીચ છે. ઉપરાંત, મરીન ડ્રાઇવ, વરલી, બાંદ્રા ખાતે વોકવે અને બેસવાના કટ્ટા છે. ચોમાસા દરમિયાન નાગરિકો વરસાદનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં આ સ્થળોએ આવે છે, તેથી નગરપાલિકાએ ઉપરોક્ત અપીલ કરી છે.