ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું તા.4 જૂન 2026 ના રોજ અવસાન થયું છે. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ફિલ્મ ડાયરેક્ટર લીવર સંબંધિત રોગથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમનું અવસાન થયું.રિપોર્ટમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા.પહલાજ નિહલાની માત્ર ફિલ્મ નિર્માતા જ ન હતા તેમણે સીબીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
89 કટ કરીને ફિલ્મ ટૂંકાવી દીધી
20215 થી 2017 ની વચ્ચે નિહલાનીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષનું પદ સંભાળ્યું.એમના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા નિર્ણયો લીધા જેના કારણે મહત્વપૂર્ણ વિવાદ થયો હતો. વિવાદ એટલી હદે કે તેમને "સંસ્કારી અધ્યક્ષ" પણ કહેવામાં આવ્યા હતા. પહલાજ નિહલાનીએ શાહિદ કપૂરની ફિલ્મ 'ઉડતા પંજાબ'માંથી 89 સીન કાપી નાંખ્યા હતા,જેનાથી મોટો વિવાદ થયો હતો.આ મામલે NDTV સાથે વાત કરતા તેમણે કહ્યું,પંજાબ, રાજકારણ અને ચૂંટણી સંબંધિત સંદર્ભો દૂર કરવાના સેન્સર બોર્ડના નિર્ણય પાછળ કોઈ રાજકીય દબાણ ન હતું.તેમણે ફિલ્મના શીર્ષક પર કોઈ પ્રભાવ પણ પાડ્યો ન હતો.કેન્દ્ર સરકારના બચાવમાં બોલતા તેમણે ઉમેર્યું,કેન્દ્ર સરકાર ક્યારેય સેન્સર બોર્ડના કામકાજમાં દખલગીરી કરતી નથી. તેમાં કોઈ રાજકીય દખલગીરી સામેલ હોતી નથી.
પંજાબ શબ્દ હટાવી દો
આ ફિલ્મને લઈને તેમણે એવી ચોખવટ કરી હતી કે, ટાઈટલમાંથી પંજાબ શબ્દ હટાવી દેવામાં આવે અને ફિલ્મમાંથી રાજકીય પાસું કટ કરી દેવામાં આવે. આ કારણે મેકર્સ એ સમયે પણ એમના પર ગુસ્સે થયા હતા અને પ્રોડ્યુસર નારાજ થયા હતા. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં બોર્ડને કોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરી હતી. જેમ્સ બોન્ડની ફિલ્મ 'સ્પેક્ટ્રે' ને લઈને પણ તેમણે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની હતી, ત્યારે નિહલાનીએ ડેનિયલ ક્રેગના કિસિંગ સામે વાંધો ઊઠાવ્યો હતો. આ સિનનો સ્ક્રિન ટાઈમ 50 ટકા કાપી નાંખ્યો હતો. આ નિર્ણયની અશોક પંડિતે પણ ટીકા કરી હતી. પરિણામે, "સંસ્કારી જેમ્સ બોન્ડ" હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ થયા હતા.
સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી
તેમણે ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' ના સંદર્ભમાં વિવાદને વેગ આપ્યો હતો. ફિલ્મમાં 'ઇન્ટરકોર્સ' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે 100,000 મત એના તરફેણમાં મળશે, તો તેઓ તેને મંજૂરી આપશે. જોકે, પાછળથી તેમણે બોલેલું ફેરવી તોડ્યું હતું અને પોતાની વાતથી ખસી ગયા હતા.તેમણે ટિપ્પણી કરી, આ શબ્દનો ઉપયોગ ફિલ્મ જોનારા પરિવારોને અકળાવશે અને યોગ્ય લાગશે નહીં.બાળકો તેના વિશે પ્રશ્નો પૂછશે.પરિણામે, તેમણે માંગ કરી કે આ શબ્દ ફિલ્મમાંથી દૂર કરવામાં આવે. આ સિવાય 'લિપસ્ટિક અંડર બુરખા' ફિલ્મને ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ ગણાવી હતી, જેના ઈન્ટિમેટ સિન પર વાંધો ઊઠાવ્યો હતો.એટલું જ નહીં ફિલ્મને સર્ટિફિકેટ આપવાની પણ ના પાડી દીધી હતી.મને હટાવી દો, મને કંઈ ફેર પડતો નથી પણ હું મારૂ કામ મારી ઈમાનદારી સાથે કરીશ. એવું એ સમયે તેમણે કહ્યું હતું.