Tue Oct 06 2026

Logo

દિગ્ગજ અભિનેતા જિમ કેરીએ 64 વર્ષે ત્રીજા લગ્ન કર્યા, ફેન્સ ચોંક્યા!

2026-10-01 22:52:27
Author: Mumbai Samachar Team
દિગ્ગજ અભિનેતા જિમ કેરીએ 64 વર્ષે ત્રીજા લગ્ન કર્યા, ફેન્સ ચોંક્યા!

મુંબઈઃ હોલિવૂડની ફિલ્મ 'ધ ડેડપુલ'ના એક્ટર જીમ કેરીએ 64 વર્ષની ઉંમરે છુપી રીતે લગ્ન કરી લીધા છે. આ કલાકારે પોતાની ઉંમરથી અડધી ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા છે. મિન આહ સાથે લગ્ન કર્યા છે. જેની સાથે તે ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારોહ ખૂબ જ પ્રાયવેટ રાખવામાં આવ્યો હતો. છુપી રીતે લગ્ન કરી લીધા બાદ આ વાવડ સામે આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર એનો પરિવાર જ સામેલ થયો હતો. આ સિવાય કેટલાક નજીકના મિત્રો જ જોડાયા હતા. 

ગુપ્ત રાખવામાં આવ્યો લગ્ન સમારોહ

એવું પણ જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારોહમાં માત્ર એમનો જ પરિવાર જોડાયો હતો. જીમ કેરીએ પોતાની આ રિલેશનશીપ લાંબા સમય સુધી લોકોથી છુપાવી રાખી હતી. જીમ કેરી સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ એમના લગ્ન થઈ ગયા છે. સપ્ટેમ્બર મહિનાના પિપલ મેગેઝિન અંકમાં જીમકેરીના લગ્નની વાતની પુષ્ટિ થઈ હતી. રિપોર્ટ અનુસાર બન્નેએ લોસ એન્જેલોસમાં એક નાનકડી સેરેમની યોજી હતી. આ જગ્યા પણ લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. લગ્ન પહેલા બન્ને અનેક એવા પ્રસંગોમાં સાથે જોવા મળ્યા હતા. પણ એક્ટરે ક્યારેક પોતાની રિલેશનશીપને લઈને ખાસ કોઈ વાતચીત કરી નથી. ફેબ્રુઆરી 2022 માં બન્નેની કેટલીક તસવીર સામે આવી હતી. જેમાં તે સિટીમાં એક ચેરિટીના કોમેડી શૉમાંથી બાહર આવતા જોવા મળ્યા હતા. 'સીઝર એવોર્ડ'માં પણ જીમકેરીએ ફ્રેન્ચ ભાષામાં પોતાનું ભાષણ આપ્યું હતું. 

બે બે લગ્ન બાદ ત્રીજા લગ્ન

આ દરમિયાન તેમણે પોતાના પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને ખાસ કરીને દીકરી જેન, જેક્સન તથા મિન આહનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એક્ટરે કહ્યું હતું કે, મારો પ્રેમાણ પરિવાર, દીકરી જેન અને પૌત્ર જેક્સનને ધન્યવાદ. બન્નેએ પોતાની રિલેશનશીપને મીડિયાથી દૂર રાખી હતી. જિમ કેરી અગાઉ બે વાર લગ્ન કરી ચૂક્યા છે. તેમના પ્રથમ લગ્ન 1987માં મેલિસા વોમર સાથે થયા હતા. આ દંપતીને જેન નામની પુત્રી છે. જોકે, 1995 એના છૂટાછેડા થઈ ગયા હતા.. ત્યારબાદ1996માં જીમ કેરીએ 'ડમ્બ એન્ડ ડમ્બર' (Dumb and Dumber) ફિલ્મમાં તેમની સાથે કામ કરનાર સહ-કલાકાર લોરેન હોલી સાથે લગ્ન કર્યા. આ સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં અને 1997 આ દંપતી અલગ થઈ ગયું. હવે, લગભગ 29 વર્ષ પછી, જિમ કેરીએ તેમના જીવનની નવી શરૂઆત કરી છે.