અબુ ધાબી: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી ઘટના અંગે UAEએ તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમાં એ વાતની ચકાસણી કરવામાં આવશે કે શું આરોપી પાયલોટના કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હતા કે કેમ, તેમજ આ ઘટના પાછળનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઓમાની નાગરિક હોવા છતાં તેલ અવીવની ફલાઇટ પર કેવી રીતે તૈનાત
આ ઉપરાંત તપાસમાં એ વાત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે જેમાં પાયલોટ ઓમાની નાગરિક હોવા છતાં તેમને તેલ અવીવ જતી ફ્લાઇટની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવી. અબ્રાહમ એકોર્ડ્સ' હેઠળ, માત્ર એવા દેશોના પાયલોટસને જ UAE અને ઇઝરાયેલ વચ્ચે ફ્લાઇટ ચલાવવાની મંજૂરી છે જેમના ઇઝરાયેલ સાથે રાજદ્વારી અથવા સામાન્ય સંબંધો છે.
ઓમાનના ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો નથી
ઇઝરાયેલ પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા દેશોના પાયલોટને આ રૂટ પર વિમાન ઉડાડવાની મનાઈ છે. જેના લીધે ઓમાની પાયલોટ અંગે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઓમાનના ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો નથી.
UAEએ વર્ષ 2020માં ઇઝરાયેલ સાથે 'અબ્રાહમ એકોર્ડ્સ' પર હસ્તાક્ષર કર્યા
UAEએ વર્ષ 2020માં ઇઝરાયેલ સાથે 'અબ્રાહમ એકોર્ડ્સ' પર હસ્તાક્ષર કર્યા હતા.જે અમેરિકાની આગેવાની હેઠળની એક પહેલ હતી. જેના પરિણામે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા. અહેવાલો સૂચવે છે કે ઓમાની પાયલોટ લગભગ આઠ મહિના પહેલા 'ફ્લાય દુબઈ એરલાઇન્સ'માં જોડાયા હતો. તે અત્યંત રૂઢિચુસ્ત વિચારો ધરાવે છે અને મહિલાઓથી દૂરી રાખે છે.