Thu Oct 01 2026

Logo

અમેરિકાની વાયુસેનામાં 27 વર્ષ બાદ પરત ફરશે SR-71? જાસૂસી વિમાનની ખાસિયત કેમ ચર્ચામાં આવ્યું

New York   2026-10-01 19:26:41
Author: Mumbai Samachar Team
અમેરિકાની વાયુસેનામાં 27 વર્ષ બાદ પરત ફરશે SR-71? જાસૂસી વિમાનની ખાસિયત કેમ ચર્ચામાં આવ્યું

ન્યૂ યોર્કઃ અમેરિકી વાયુસેનાનું અતિ મહત્ત્વનું વિમાન SR-71 બ્લેકબર્ડ આજકાલ જોરશોરથી ચર્ચામાં છે. આ સમાચાર પણ એવા સમયે સામે આવ્યા છે જ્યારે જોધપુરમાં અમેરિકાની સાથે ભારતે એક હવાઈ અભ્યાસ કર્યો હતો. અમેરિકાના રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છએ કે, હાલમાં આને હવામાં ફ્લાઈ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. પણ હકીકતમાં આ પ્રોજેક્ટના મૂળીયા ખૂબ જ ઊંડા છે. 
નાસાએ આ વિષય પર ખાસ કોઈ પ્રકારની જાહેરાત તો કરી નથી પણ એટલું અવશ્ય કહી શકાય કે, કેલિફોર્નિયામાં નાસાએ ફ્લાઈ રીસર્ચ સેન્ટરમાં આ વિમાનને ડિસપ્લેમાંથી દૂર કરી દેવાયુ છે. આ વિમાન અમેરિકાના વાયુસેનાના કાફલામાં હાઈસ્પીડ અને ઊંચાઈ પર ઊડવા માટે જાણીતું હતું. 

સંકેત સમજવા જેવો છે

વિમાનને ડિસપ્લેમાંથી દૂર કરી દેવું અને જૂના એન્જિનિયર્સનો સંપર્ક કરીને ફરી એક્ટિવ કરવા એ વાતનો સંકેત છે કે, કંઈક તો કામ ચાલી રહ્યું છે. પણ આને ફ્લાઈ કરવામાં આવશે એવું હાલ તો નક્કી માની શકાય એમ નથી. આ ચર્ચાને થોડી વિગતવાર સમજીએ તો 27 વર્ષ પછી આ વિમાન વાયુસેનાના યુદ્ધવિમાનના કાફલામાં કમબેક કરી રહ્યું છે. SR-71 બ્લેકબર્ડ લોકહીટ કંપનીએ તૈયાર કર્યું હતું. 
વર્ષ 1964માં એની પહેલી ફ્લાઈટ થઈ હતી. અમેરિકાની વાયુસેનાએ વર્ષ 1966માં સર્વિસમાં એડ કર્યું હતું. એ પછી વાયુસેનામાં વિમાને સર્વિસ પણ આપી હતી. હાઈસ્પીડ અને ઊંચાઈ પર સ્થિરતા આ વિમાનની ખાસિયત છે. પણ મુખ્ય કામ દુશ્મનના વિસ્તારોની જાણકારી ભેગી કરવાનું હતું. એની સ્પિડને કારણે તેને રોકવું સરળ ન હતું પણ આંખના પલકારામાં જે તે ડેટા ભેગો કરે છે એના પર એની ખાસ વાત છે. SR-71ને કોઈના પર હુમલો કરવા માટે બનાવ્યું ન હતું આ પ્રોજેક્ટ પાછળનો હેતુ માત્ર દુશ્મનોના વિસ્તારની જાણકારી ભેગી કરવાનો હતો. પછી સુરક્ષિત રીતે પરત ફરવાનો હતો SR-71 વર્ષ 1976માં પોતાની સર્વિસનો ઉત્તમ રેકોર્ડ બનાવી ચૂક્યું છે. આશરે 3529 કિમી/કલાક ની સ્પિડ સુધી તે પહોંચ્યું હતું. 

આ કારણે સર્વિટ આઉટ થયું

પણ પછી વધારે પડતો ખર્ચ, ઑપરેશન કોસ્ટ, સેટેલાઈટ ચાર્જ અને ડ્રોન જેવી ટેક્નોલોજી આવી જતા આને સર્વિસમાંથી વિદાય આપી દેવામાં આવી હતી. 9 ઑક્ટબર 1999ના રોજ અંતિમ શોર્ટી પૂરી કરી હતી. આ વિમાન વર્ષો સુધી નાસાના એક કેન્દ્રની બાહર ડિસપ્લેમાં મૂકાયું હતું. હવે તેને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. 

કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિમાન બનાવતી કંપનીએ તપાસ શરૂ કરી છે અને નાસા એ પણ પોતના SR-71 જૂના કારીગરોનો સંપર્ક કર્યો છે. આ અંગે નાસાએ કોઈ વાત સ્પષ્ટ કરી નથી પણ સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, કંઈક તો થઈ રહ્યું છે જેના વિષયોના કેટલાક મુદ્દાઓ બાહર આવ્યા નથી. માત્ર તપાસ માટે દૂર કરાયું કે, ફ્લાઈ કરાવવા માટે આ પ્રશ્નોનો જવાબ અમેરિકા પાસે હાલમાં નથી. એટલે જાહેર થયો નથી.  લાંબા સમય સુધી જમીન પર સ્થિર રહ્યા બાદ વિમાનને તરત જ ઉડાવવું શક્ય નથી. તે પહેલાં તેની ઝીણવટભરી તપાસ કરવી આવશ્યક છે. 

પડકાર આવા પણ છે

વિમાનનું માળખું (એરફ્રેમ), પાંખો, સાંધા, વાયરિંગ, પાઇપિંગ, નિયંત્રણ પ્રણાલીઓ અને કોકપિટના સાધનોની તપાસ કરવી જરૂરી છે. ખુલ્લામાં પાર્ક કરેલા હોવાને કારણે ધૂળ, રેતી, વરસાદ અને તાપમાનમાં થતા ફેરફારો જેવી કુદરતી અસરો વિમાન પર પડી શકે છે. ભૂતપૂર્વ ટેસ્ટ એન્જિનિયર માઈક રેલ્જાએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે વિમાનમાં રેતી કે પાણી પ્રવેશ્યું હોઈ શકે છે. આ તેમનો નિષ્ણાત અભિપ્રાય છે, નાસાની કોઈ પ્રકાશિત તકનીકી તપાસનું તારણ નથી. તેમ છતાં, વિમાન લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યું હોવાથી તેની વિગતવાર તપાસ કરવી અનિવાર્ય છે. 

નાની ખામીઓને પણ ઓળખવી જરૂરી છે, કારણ કે ખૂબ ઊંચાઈ પર અને અત્યંત ઝડપે ઉડાન ભરતી વખતે ભૂલ માટે બહુ ઓછો અવકાશ હોય છે. હાલમાં આ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી માત્ર મીડિયા રિપોર્ટના આધારે આ વિમાનની ચર્ચા અમેરિકામાં ફરી શરૂ થઈ છે.