Wed Jun 03 2026

Logo

H-1B વિઝા ફીમાં વધારો થતા લોકોનો ઘસારો યથાવત, 2 લાખ લોકોએ ફી ચૂકવી

Washington dc   2026-06-03 20:17:46
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકા દ્વારા  H-1B વિઝા માટેની ફી વધારીને 1,00,000 ડોલર કરવામાં આવી છે. તેમ છતા વિઝા અરજીમાં કોઇ ઘટાડો નોંધાયો નથી. આ વિગતો વર્ષ 2025-26ના  H-1B વિઝા માટે કરવામાં આવેલી અરજીના આંકડા પરથી સાબિત થાય છે. વર્ષ 2026માં અમેરિકામાં કામ કરવા H-1B વિઝા માટે માટે 200,000 થી વધુ વ્યક્તિઓએ 100,000 ડોલરની રકમ ચૂકવી હતી.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફી વધારવામાં આવી 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B પ્રોગ્રામના દુરુપયોગને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. તેમજ ગત વર્ષે  સપ્ટેમ્બર  મહિનામાં ફી વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.

AP Photo/Jacquelyn Martin
 (Markwayne Mullin)

H-1B વિઝા માટે આશરે 286,000 અરજીઓ મળી

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના સેક્રેટરી માર્કવેન મુલિને મંગળવારે સેનેટ એપ્રોપ્રિએશન્સ સબકમિટીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે  DHS ને નાણાકીય વર્ષ 2026 માં H-1B વિઝા માટે આશરે 286,000 અરજીઓ મળી હતી. આમાંથી, 200,000 થી વધુ અરજદારોએ 100,000 ડોલર ની ફી ચૂકવી હતી.

100,000 ડોલર ચૂકવનારા અરજદારોનું પેપર વર્ક 15 દિવસમાં પૂર્ણ 

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 100,000 ડોલર ચૂકવનારા અરજદારો માટે પેપર વર્ક  લગભગ 15 દિવસમાં પૂર્ણ થાય છે. જ્યારે નિયમિત અરજદારોની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં લગભગ સાડા સાત મહિના લાગે છે. મુલિને અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછત અંગે યુએસ સેનેટર સુસાન કોલિન્સના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.