મુંબઈઃ બાદશાહની એક્સ વાઈફ ઈશા રિખી હવે 'બિગબોસ-20' માં જોવા મળશે. એકબાજું બન્ને છૂટા થયાની ચર્ચા પર પૂર્ણવિરામ નથી મૂકાયું એવામાં તે ટીવી શૉ પર દેખાવવાની છે. હવે આ વાત પર પંજાબી એક્ટ્રેસે સામેથી જ કેટલીક સ્પષ્ટતા કરી દીધી છે. બાદશાહએ પહેલા ઈશા રિખી સાથે લગ્ન કર્યા હતા. આ પછી બન્ને છૂટા થઈ જતા બીજા લગ્ન કર્યા હતા. એ પણ પાંચ મહિનામાં તૂટી જતા હવે સિંગલ સિંગલ બાદશાહને લઈ એક્સ વાઈફે મોટી વાત કહી છે. ઈશાએ પોતાની એક પોસ્ટ દ્વારા નિવેદન આપ્યું છે. ઈશા રિખીને લઈ ચર્ચા એવી છે કે, બાદશાહથી અલગ થયા બાદ તે બીજા લગ્ન કરશે કે નહીં.
આ માટે હું ચૂપ હતી
આ વાતને લઈ ઈશાએ પોતાની ઈસ્ટાગ્રામ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું હતું કે, મારા લગ્નને લઈ અનેક પ્રકારની વાતો થઈ રહી છે. અફવા ફેલાઈ રહી છે. મારા અંગેના ન્યૂઝ રિપોર્ટ વાંચીને અને સાંભળીને હું શોક થઈ ગઈ. હું મીડિયાને અપીલ કરૂ છું કે, મારા લગ્ન અને અલગ થવાને લઈને કોઈ પ્રકારની અફવા ફેલાવવામાં ન આવે.આ સાથી એક્ટ્રેસે અપીલ કરી હતી કે, હું લોકોને અપીલ કરૂ છું કે, જ્યાં સુધી હું કોઈ જાણકારી ડાયરેક્ટ શૅર ન કરૂ ત્યાં સુધી કોઈ જ પ્રકારના ન્યૂઝને સાચા ન માને. હું ડાયરેક્ટ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી દઈશ. આભાર. તાજેતરમાં એક મીડિયા સાથેની મુલાકાતમાં તેણે બાદશાહ સાથેના પોતાના સંબોધોને લઈને દિલ ખોલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, મેં અગાઉથી એટલા માટે જાહેર ન કર્યું કારણ કે, હું કોઈ સંબંધને પબ્લિકની ચર્ચાનો વિષય આપવા માગતી ન હતી. કોઈ તમાશા બનાવવા માગતી ન હતી. આથી હું આ રિલેશનશીપ પૂરી થઈ ગઈ તો પણ ચૂપ હતી.
બીજા લગ્ન અંગે વિચાર નથી
પ્રેમ પરથી મારો ભરોસો ઊઠી ગયો છે એવું બિલકુલ નથી. પણ આ સમયે હું કોઈ રોમેન્ટિક ફ્લેવર કે રોમાંસ માટે તૈયાર નથી. મારી સાથે જે થયું એ ખૂબ જ ખરાબ થયું છે અને હું કોઈ એ ઘટનાથી નેગેટિવ પર્સન બનવા માગતી નથી. મને આ સ્થિતિમાંથી બાહર આવતા થોડો સમય લાગશે. બીજા લગ્ન અંગે હજુ સુધી હું વિચારતી નથી. હવે બીજીવાર લગ્ન કરવા અંગે હું ખૂબ જ ભયભીત છું. હાલમાં લાઈફમાં બીજા લગ્ન અંગે ખાસ કોઈ પ્લાનિંગ નથી. લાઈફમાં અત્યારે એની કોઈ જગ્યા પણ નથી. પણ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ઈશા અને બાદશાહ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પછી બન્નેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. માર્ચ 2026માં લગ્નની તસવીર સામે આવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી. ઈશા હવે બિગ બોસ-20માં જોવા મળશે.