Mon Oct 05 2026

Logo

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બે વખત આવ્યો હાર્ટ એટેક? તિબેટના પૂર્વ નેતાના દાવાથી ખળભળાટ

Beijing   2026-09-05 16:40:38
Author: Mumbai Samachar Team
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બે વખત આવ્યો હાર્ટ એટેક? તિબેટના પૂર્વ નેતાના દાવાથી ખળભળાટ

(©Kyodo)


બેઈજિંગઃ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિંગપિંગની તબિયત બરોબર નથી. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એમને બે વાર હાર્ટ અટેક આવી ચૂક્યો છે. કામના પ્રેશરને કારણે આવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આની માઠી અસરના કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બાદ ચીનમાં સત્તાનો તખ્તોપલટાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. જિંનપિંગ બાદ નવા ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. વાત એવી મળી રહી છે કે, એમનું શરીર એમનો સાથ છોડી રહ્યું છે. કામના પ્રેશરને કારણે હાર્ટની બીમારીની લાગુ પડી હોવાનું જાણવા મળ્યું છે. 

બે વાર આવી ચૂક્યા છે હાર્ટ અટેક
જિંગપિંગને બે વાર હાર્ટ અટેક આવી ચૂક્યા છે. હવે શી પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરેછે તો ચીનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ જશે. આ યુદ્ધ કોઈ તોપ-ગોળા કે ફાયરિંગનું યુદ્ધ નથી, પણ પોલિટિકલ કૉલ્ડ વૉર છે. આવું તિબ્બેતના એક નેતાએ દાવા સાથે કહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ ચીનને લઈને અનેક એવી વાતો શરૂ થઈ ગઈ છે.  તિબ્બેતના પૂર્વ વડા પ્રધાન લોબસાંગ સાંગેયે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક પોડકાસ્ટ દરમિયાન તેમણે કહ્યું કે, સાંગે કહ્યું હતું કે, અત્યારે ચીનમાં ચર્ચાઓનું માર્કેટ ગરમ છે. માર્કેટમાં જિંગપિંગને લઈને ચર્ચામાં તેજી છે. જિંગપિંગ કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ સમિટનો પહેલાનો વીડિયો જુઓ અને પછીનો વીડિયો જુઓ.કિર્ગિસ્તાન પહોંચ્યા બાદ જિંગપિંગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પત્ની સાથે પ્લેનમાંથી ઊતરી રહ્યા છે. એ સમયે જિંગપિંગે પત્નીનો હાથ પકડી રાખ્યો છે. 

કોણે દાવા સાથે મોટી વાત કરી?
આ વીડિયો બાદ જિંગપિંગની હેલ્થને લઈને અનેક પ્રકારની વાત થઈ રહી છે. આ પછી તિબ્બેતના નેતાનું નિવેદન સામે આવ્યું હતું. જે ચોંકાવનારૂ હતું. સાંગેયે કહ્યું કે, ઘણા સિનિયર અધિકારી એ મારી સાથે મુલાકાત કરી છે. એ લોકોએ જણાવ્યું હતું કે, શી જિંગપિંગ ઓછામાં ઓછા બે હાર્ટ અટેક આવી ચૂક્યા છે.તમને યાદ છે અચાનક જિંગપિંગ ત્રણથી પાંચ અઠવાડિયા સુધી ગાયબ થઈ ગયા હતા. પછી અચાનક પ્રગટ થયા અને એક્ટિવ થઈ ગયા હતા. સાંગેયે દાવો કર્યો હતો કે, જિંગપિંગ સાથે બનેલી આ ઘટના બાદ ચીનમાં ઉત્તરાધિકારીની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે.  ચીનના જ એક અધિકારી સાથે લાંબી વાત કરતા આ અંગેની વિગત મળી હતી. જિંગપિંગ પર કામને લઈને ઘણું બધુ પ્રેશર છે. આની અસર હેલ્થ પર પડી રહી છે. તમે એનો ચહેરો માર્ક કરો. એનો ચાલવાનો અંદાજ માર્ક કરો. નો ડાઉટ કે, એનું કામ એવું છે કે, ભલભલાને પ્રેશર આવી જાય પણ આ જ પ્રેશરને કારણે હાર્ટ અટેક આવ્યો છે. 

સત્તા છોડે તો શું થાય?
માનસિક રીતે થાકી ગયા હોવાને કારણે તેને નિર્ણય લેવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આ કારણે મિલિટરી સિનિયર્સ જનરલને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. અહીંયાથી કેટલાય જનરલ ગાયબ થઈ ગયા છે. ચીનના રક્ષામંત્રી લાપતા થઈ ગયા છે. સાંગેય દાવો કરી રહ્યા છે કે, આ ઘટના બાદ ચીન તરફથી કોઈ જ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ન કોઈ પુરાવાઓ. જે એ વાતની ખાતરી આપે કે, જિંગપિંગને હાર્ટ અટેક આવ્યો છે. સાગેયે જણાવ્યું કે, શી પછી એનો ઉત્તરાધિકારી પસંદ કરવો એક પડકાર જનક કામ છે. જોખમ છે અને અઘરૂ છે. ખુદ જિંગપિંગ માટે એક કાંટાળો પ્રશ્ન છે. ભવિષ્યમાં તે એમની જ સત્તા માટે એક હરિફ ઊભો કરવા બરોબર છે.  જિંગપિંગ સત્તા છોડે તો ચીનમાં રાજકીય ઘમાસાણ મચી જાય એમ છે. અનિશ્ચિતતા અને અંદરોઅંદર ડખા શરૂ થઈ જાય એમ છે. જિંગપિંગ ઘણું બધુ મેનેજ અને કંટ્રોલ કરી રહ્યા છે. 

ભેદી મૌન અનેક રહસ્ય
સામાન્ય રીતે એક ક્રાઉન પ્રિન્સની નિયુક્તિ થાય છે ત્યારે ચીનના ઈતિહાસ પર નજર કરીએ તો એ વાતની પૂરી આશંકા વ્યક્ત કરી શકાય કે, પ્રિન્સ હત્યા કરાવી દેશે અને જંગલ પર રાજ કરી લેશે. શીની જગ્યા લઈ લેશે. હવે જો લાંબા સમય સુધી શાસન કરવામાં આવે તો દેશને નુકસાન થાય એમ છે. કારણ કે કેટલાક નિર્ણય સમયાંતરે લેવા અનિવાર્ય બની જાય છે. સમય વીતી ગયા બાદ એનો નિર્ણય કરવો યોગ્ય નથી. આવી સ્થિતિમાં રાજકીય ઘમાસાણ મચી જાય અને અંદરો અંદર કૉલ્ડવોર શરૂ થઈ જાય. કદાચ આ જ કારણે શી પોતાના ઉત્તરાધિકારીનું એલાન કરતા નથી. કોઈનું નામ પણ બોલતા નથી. ચીન તરફથી કે ચીનના રાજકારણમાંથી ખાસ કોઈ નામ સામે આવ્યું નથી અને ચીન આ મુદ્દે બોલવા પણ તૈયાર નથી.