મુંબઈઃ 'એક હજારો મેં મેરી બહના હૈ' સિરિયલથી દરેક ઘરમાં ઓળખ ઊભી કરનારી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસુઝાએ તાજેતરમાં એક બેસ્ટ ફોટોશુટ કરાવ્યું છે. 'ધ ટ્રેટર્સ 2'ની વિનર રહેલી એક્ટ્રેસે ફરી એકવાર પોતાનો એક ફેશનેબલ લૂક ફેન્સ સામે રજૂ કર્યો હતો. ન્યૂડ ટોન મિની ડ્રેસમાં ક્રિસ્ટલનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો હતો. સ્ટ્રેપી સિલ્હુટ સાથએ ડ્રેસમાં ગ્લિટર ડિટેલિંગ કરવામાં આવ્યું છે. ફિટેડ કટ સાથે તેણે પોતાના વેવી હેરને ખુલ્લા રાખ્યા હતા. સટલ મેકઅપ અને સ્ટેટમેન જ્વેલરી સાથે પાર્ટી લૂક બનાવ્યો હતો. પર્લ વર્ક વાળા ડ્રેસમાં પણ એક્ટ્રેસે મસ્ત ફોટો ક્લિક કરાવ્યો હતો.
બોલ્ડ બ્યૂટીફૂલ અને ગ્લેમર લૂક
તેનો આ લૂક પણ સ્ટનિંગ અને રીફાઈન રહ્યો હતો. ટોપ સ્કલ્પ્ટેડ નેકલાઈન, સ્કર્ટ કાઉલ અને સ્ટાઈલશ સોફટ ડ્રોપિંગ તથા ન્યુટ્રલ શેડ સાથે આખો લૂક સોફેસ્ટિકેટેડ બન્યો હતો. હાઈબન હેર લૂકમાં એક ડ્રામા એડ કર્યો હતો. જ્યારે પર્લ ડ્રોપ સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ તથા મિનિમલિસ્ટિક સ્ટેટમેન્ટ એકસેસરીઝ એના લૂકને વધારે પ્રભાવશાળી બનાવે છે. સિલ્વર અને બ્લુ સિક્વિન લૂકમાં તે બેબી ડોલ જેવી લાગી રહી હતી. ડીપ નેકલાઈન ફીગર, હગીંગ સિલ્હુટ અને હાઈ સ્લીટ એક્ટ્રેસના લૂકે ફેન્સને આંખનું મટકુ ન મારવા મજબૂર કર્યા હતા.
નાના ડાયમંડ અને સિલ્વર લાઈનિંગ સાથે એનો આઉટફિટ દમદારી લાગી રહ્યો હતો. ડીપ નેકલાઈન સાથે ફ્લોર કટ લૂકને અલગ ઉઠાવ આપતો હતો. પેસ્ટલ ગ્રીન કલરની સાડીમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. સાડીમાં પણ તેનો લૂક બેસ્ટ લાગી રહ્યો હતો. સાડીમાં પણ તેમે પોતાનો ગ્લેમર ટચ જાળવી રાખ્યો હતો. બોટમ એમ્બેલિશ્ડ ડિટેલિંગ આપવામાં આવી હતી. જ્યારે બ્લાઉસમાં એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું હતું.
બ્લેક સાથે વધુ સ્ટાઈલીશ લૂક
આ સાથે ફ્રિંજ પણ આપવામાં આવી હતી. શીર પલ્લુમાં એક યુનિકનેસ જોવા મળી હતી. ગ્લેમ મેકઅપ સ્ટેન્ટમેન્ટ સાથે તેણે બેસ્ટ મેચ થાય એવા ઈયરરિંગ્સ પણ પહેર્યા હતા. સ્લીક હેર સ્ટાઈલ લૂકમાં તે પર્ફેક્ટ લાગી રહી હતી. કમરથી લઈને પગ સુધી જાણે તેણે કોઈ ખાસ પ્રકારની ચોલી પહેરી હોય એવો આ લૂક હતો. તે રેડ કાર્પેટ માટે પણ યોગ્ય છે. એક્ટ્રેસે બોલ્ડ લાલ ગાઉન પહેર્યું હતુ. તેનું ફીટેડ, ફ્લોઇંગ સિલુએટ, લીફ-મોટિફ ડિટેલિંગ અને સ્વીટહાર્ટ નેકલાઇન દેખાવને સ્ટાઇલિશ બનાવે છે.
Krystle D'Souza
એક આકર્ષક અને જૂના જમાનાના સિનેમા ગ્લેમરનો ટચ ઉમેરે છે, જ્યારે ઓછામાં ઓછા ઘરેણાં આ આઉટફિટને ભવ્યતાનો બનાવી દે છે આ લૂકમાં પણ તેનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે. ક્રિસ્ટલ ડિસોઝાએ પાર્ટીમાં પહેરેલા આ ડ્રેસમાંથી યંગ લેડી પ્રેરણા પણ લઈ શકે છે.ખાસ કરીને પાર્ટી વેર માટે આ લૂક પર્ફેટ છે. એક્ટ્રેસે એક બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જ્યાં હાઈ સ્લિટ ગ્લેમરનો ટચ એક અલગ હાઈ ઉમેરે છે.. આ દરમિયાન, સિલ્વર ક્રિસ્ટલ ડિટેલિંગ અને ફેસ મોટિફ્સ આઉટફિટને વધુ સ્ટાઇલિશ બનાવે છે.