મુંબઈઃ વર્ષ 2007માં આવેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' સુપરડુપર હિટ સાબિત થઈ હતી. આ ગીતના સોંગ આજે પણ એટલા જ પોપ્યુલર છે. ફિલ્મમેકર ફરાહ ખાને એક એવો ખુલાસો કર્યો છે જેને લઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. આ ફિલ્મમાં ફિલ્મ 'દિલ્હી-6'નું એક પોપ્યુલર ગીત એડ થવાનું હતું. આ વાતનો ખુલાસો ખુદ ફરાહ ખાને કર્યો છે. એક પોડકાસ્ટમાં વાત કરતા ફરાહ ખાને કહ્યું હતું કે, મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાની સાથે એના ફાર્મહાઉસ પર મુલાકાત થઈ હતી. એ સમયે કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. જે આ ગીતને લઈને પણ હતી. આ ફિલ્મ માટે પહેલા હું જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એ.આર. રહેમાન પાસે ગઈ હતી.
રહેમાને આ ગીત બનાવી નાખ્યું હતુ
રહેમાને ફિલ્મ 'દિલ્હી-6' માટે 'મસકલી' બનાવી નાંખ્યું હતું. પણ પછી ફિલ્મનું મ્યુઝિક વિશાલ દદલાની અને શેખરે સંભાળી લીધું હતું. રહેમાને મસકલ ગીત બનાવી નાખ્યું હતું પણ મેં મ્યુઝિક ડાયરેક્ટર બદલી નાંખ્યા એટલે આ ગીત 'ઓમ શાંતિ ઓમ'માં આવ્યું નથી. આ કારણે આ ગીત મારી ફિલ્મમાં આવ્યું નહીં.
રહેમાને પણ મારી ફિલ્મ માટે જે પહેલું ગીત બનાવ્યું એ મસકલી જ હતું. પણ મને ખ્યાલ ન હતો કે, આ ગીતને ખરેખર હું ક્યાં સેટ કરત પણ આ ગીત અને ગીતના શબ્દો બન્ને સારા હતા. આ વાત સાંભળીને વિશાલે મજાકીય અંદાજમાં કહ્યું કે, હું અને શેખર પછી પણ સંગીતકાર બની આ ફિલ્મ માટે ન આવત તો પણ 'ઓમ શાંતિ ઓમ'નું સંગીત તો શાનદાર જ હોત.
પહેલા ફરાહ ખાને રહેમાનનો સંપર્ક કર્યો હતો. એ સમયે એ ગીત પણ તૈયાર હતું. પણ રોયલ્ટીમાં ભાગીદારીને લઈને ફારહ સાથે વાત ન બની એટલે રહેમાનનું સંગીત 'ઓમ શાંતિ ઓમ' ને ન મળ્યું. મ્યુઝિક કંપોઝર વિશાલ કહે છે કે, આ ફિલ્મ એક મ્યુઝિક મસાલા ફિલ્મ હતી. બસ એક જ ફિલ્મ હતી અને અંતિમ ફિલ્મ હતી. જેને તમે મ્યુઝિક મસાલા કહી શકો.
વિશાલે સમજાવી એક મોટી વાત
ટ્રેડિશનલ મસાલા બોલિવૂડ મ્યુઝિકલ ફિલ્મ હતી. આજે પણ મને એવી ઘણી રીલ્સ જોવા મળે છે કે, અમે વગર એઆઈ એ કેવી રીતે ધૂમતાના બનાવી નાંખ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે એઆઈ ન હતું. એઆઈ હોત તો આ ગીત કેવી રીતે બનત? અમે બનાવી દીધુ અને અમને કામ કરવાની પણ મજા આવતી હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'દિલ્હી-6'માં 'મસકલી' ગીત લેવામાં આવ્યું હતું.
જે સુપરહિટ સાબિત થયું હતું. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી એના એક્ઝેટ બે વર્ષ પહેલા 'ઓમ શાંતિ ઓમ' રિલીઝ થઈ હતી. આજે તો 'મસકલી' ગીતનું રીમેક પણ બની ચૂક્યું છે. ફરાહ ખાને આ ફિલ્મ માટે ઘણી ખરી મહેનત પણ કરી હતી. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ ચોક્કસ સેટ પર કરવામાં આવ્યુ છે અને ગીત તો એકથી એક ચડિયાતા છે. સંગીત પણ સુપરહિટ સાબિત થયું હતું.