Mon Oct 05 2026

Logo

LPG ગેસ સિલિન્ડર ધારકોને રાહત, હવે ગ્રામીણ વિસ્તારમાં 25 દિવસમાં બુક કરાવી શકાશે સિલિન્ડર

2026-09-07 19:08:00
Author: Chandrakant Kanoja
LPG ગેસ સિલિન્ડર ધારકોને રાહત, હવે   ગ્રામીણ વિસ્તારમાં 25 દિવસમાં બુક કરાવી શકાશે સિલિન્ડર

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં યુદ્ધ દરમિયાન ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરનો બુકિંગ સમય વધારી દેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારમાં સિલિન્ડર બુકિંગ સમય 45 દિવસનો કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં પુરવઠાની સ્થિતી સામાન્ય થતાં હવે સિલિન્ડર બુકિંગનો ઘટાડીને 25 દિવસનો કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી 

આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સોમવારે  જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળવાના કારણે ગેસ પુરવઠામાં તંગી બાદ  સરકારે માર્ચમાં ગ્રામીણ વિસ્તારોમાં LPG સિલિન્ડર માટે બુકિંગનો સમય 45 દિવસ લંબાવ્યો હતો.

નિયમ તાત્કાલિક અમલમાં આવશે

સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે ઘરેલુ LPG સિલિન્ડર માટે બુકિંગનો સમય 25 દિવસ  કરવાનો નિર્દેશ આપ્યો છે.જે તાત્કાલિક અમલમાં આવશે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં  હવે LPG સિલિન્ડર બુક કરવા માટે 45 દિવસ રાહ નહીં જોવી પડે. હવે  25 દિવસ પછી સિલિન્ડર બુક કરાવી શકશે.

પુરવઠાની સ્થિતિમાં સુધારો

કેન્દ્રીય રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, LPG પુરવઠાની સ્થિતિમાં સુધારો અને બાકી સિલિન્ડર બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે સરકારે હવે આ પ્રતિબંધ હળવો કર્યો છે. હવે, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં તમામ ઘરેલુ LPG ગ્રાહકો 25 દિવસમાં સિલિન્ડર ફરીથી બુક કરાવી શકશે.