દુબઈઃ ભારતે અહીં શનિવારે મહિલાઓના ટી-20 એશિયા કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 68 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને પરાજિત કર્યું હતું. પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતે ત્રણેય મૅચ જીતીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ભારતને જીતવા માત્ર 56 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાએ પાછલી મૅચની સેન્ચુરિયન અને મહિલા જગતની સર્વશ્રેષ્ઠ બૅટર સ્મૃતિ મંધાના (નવ રન) સહિત ત્રણ વિકેટ લઈને ભારતીય ટીમને થોડી ચિંતામાં મૂકી દીધી હતી. જોકે ટી-20માં કૅપ્ટન તરીકે વિક્રમજનક 150મી મૅચ રમનાર હરમનપ્રીત કૌર (18 અણનમ, 18 બૉલ, એક સિક્સર, એક ફોર) અને દીપ્તિ શર્મા (12 અણનમ, 14 બૉલ, એક ફોર)ની જોડીએ 28 રનની અતૂટ ભાગીદારીથી ભારતને વિજય અપાવી દીધો હતો.
દુબઈના સ્ટેડિયમમાં ભારત-તરફી પ્રેક્ષકો મોટી સંખ્યામાં હતા અને તેમણે ભારતીય ટીમને ચિયર-અપ કરતા રહીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ટી-20 ઇન્ટરનૅશનલના ઇતિહાસમાં (મેન્સ અને વિમેન્સ, બન્નેમાં) હરમનપ્રીત કૅપ્ટન તરીકે 150મી મૅચ રમનાર એકમાત્ર ખેલાડી છે. મહિલાઓમાં તેના પછી શ્રીલંકાની ચમારી અથાપથ્થુ (121 મૅચ) બીજા સ્થાને છે.
Innings Break!
— BCCI Women (@BCCIWomen) September 5, 2026
An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌
3️⃣ wickets each for Sree Charani & Prema Rawat
2️⃣ wickets for Deepti Sharma
1️⃣ wicket for Shafali Verma
Stay tuned for India's chase! ⌛️
Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0
સ્પિનર શ્રી ચરનીને મળ્યો અવૉર્ડ
ભારતે 8.4 ઓવરમાં 3/57ના સ્કોર સાથે મૅચ જીતી લીધી એ પહેલાં ભારતની ત્રણ સ્પિનરે પાકિસ્તાની ટીમને મોટી નાલેશી તરફ ધકેલી દીધી હતી. પાકિસ્તાન એના સૌથી નીચા પંચાવન રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. પ્લેયર ઑફ ધ મૅચ શ્રી ચરનીએ સાત રનમાં ત્રણ, પ્રેમા રાવતે નવ રનમાં ત્રણ અને દીપ્તિ શર્માએ પાંચ રનમાં બે વિકેટ લીધી હતી. પાકિસ્તાને હવે સેમિ ફાઇનલમાં પહોંચવા હૉન્ગ કૉન્ગને હરાવવું જ પડશે.
Haryana Hurricane Shafali Varma is one of the best all rounder in Indian team. She started the Indian inning with a 6. Apart from her no Indian batter played with 100+ SR. #INDvsPAK pic.twitter.com/CRDDJRbbld
— Rosesh (@roseshpoet) September 5, 2026
ત્રણ ઝીરો, ત્રણનાં સિંગલ ડિજિટ
ભારતની બોલર્સ સામે પાકિસ્તાની બૅટર્સ કંઈ જ લડત નહોતી આપી શકી, તેમની ટીમમાં કોઈ મોટી ભાગીદારી પણ નહોતી થઈ શકી અને તેઓ 20 ઓવર પૂરી થાય એ પહેલાં 18.1 ઓવરમાં જ શરણે થઈ ગઈ હતી. ત્રણ બૅટરના ઝીરો હતા, પાંચ બૅટરના સિંગલ ડિજિટમાં રન હતા અને ફક્ત બે પ્લેયર ડબલ ડિજિટમાં પહોંચી શકી હતી. શવાલ ઝુલ્ફિકારે 14 રન અને મુનીબા અલીએ 13 રન બનાવ્યા હતા.
India Women continue their absolute reign over Pakistan.
— CREX (@Crex_live) September 5, 2026
Bowled Pakistan Women out for 55, then chased it down like a Sunday stroll. 😮💨#Cricket #INDvsPAK #HarmanpreetKaur #SmritiMandhana #AsiaCup pic.twitter.com/LDzvSqCi2E
ભારતની ત્રણ સ્પિનરે પાકિસ્તાની ટીમનો ઘડોલાડવો કરી નાખ્યો હતો. પાર્ટ-ટાઇમ સ્પિનર શેફાલી વર્માએ પણ એક વિકેટ લીધી હતી. ઓપનર મુનીબા અલીની પ્રથમ વિકેટ તેણે જ અપાવી હતી.
પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના સહિતની મુખ્ય બૅટર્સ ભારતીય બોલર્સના પ્રભાવ નીચે માનસિક દબાણમાં આવી ગઈ હતી અને એક પછી એક બૅટર વિકેટ ગુમાવી બેઠી હતી. એક તબક્કે પાકિસ્તાને પ્રથમ વિકેટથી માંડીને છઠ્ઠી વિકેટ સુધીમાં જોરદાર ધબડકો જોયો હતો. તેમણે 27, 28, 29, 32, 35 અને 35મા રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનની ઓપનર્સે પાંચમી 27 રનના કુલ સ્કોર સુધી ભારતીય બોલર્સનો સારો સામનો કર્યો હતો, પણ એ ઓવરમાં સ્પિનર શેફાલી વર્માએ પ્રથમ વિકેટ અપાવી એ સાથે પાકિસ્તાનની ટીમનો ધબડકો શરૂ થયો હતો.
27મા રને મુનીબા અલી ક્લીન બોલ્ડ થયા બાદ 28મા રને ગુલ ફિરોઝાને સ્પિનર શ્રી ચરનીએ ઝીરો પર જ પૅવિલિયન ભેગી કરી હતી. 29મો રન હજી માંડ બન્યો ત્યાં તો શવાલ ઝુલ્ફિકારને શ્રી ચરનીએ જ એલબીડબ્લ્યૂ કરી હતી. 32મા રને ફરી એક વખત શ્રી ચરની ત્રાટકી હતી અને આયેશા ઝફરને કૅચઆઉટ કરાવી હતી. 35મા રને સદફ શમાસને સ્પિનર પ્રેમા રાવતે ક્લીન બોલ્ડ કરીને પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. સદફ હજી તો ડગઆઉટ જઈને માંડ બેઠી ત્યાં તો 35મા રનના કુલ સ્કોર પર કૅપ્ટન ફાતિમા સનાએ પણ ટીમનું નાક કપાવ્યું. સ્પિનર દીપ્તિ શર્માએ તેને એલબીડબ્લ્યૂ કરી હતી.
🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗠𝗼𝗺𝗲𝗻𝘁, 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝗮𝗹 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🚨
— BCCI Women (@BCCIWomen) September 5, 2026
Harmanpreet Kaur becomes the first cricketer to captain a side in 1️⃣5️⃣0️⃣ T20Is. 👏 👏
Updates ▶️ https://t.co/1WHHWPMe2o#TeamIndia | #WomensAsiaCup | @ImHarmanpreet pic.twitter.com/WrdFlp7kcH
હરમને ધારણા મુજબ કરી દેખાડ્યું
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ વખતે કહ્યું હતું કે `આ ટૂર્નામેન્ટમાં અમારી બોલિંગ ખૂબ સારી છે એટલે સારું થયું અમને પ્રથમ બોલિંગ કરવાનો મોકો મળ્યો. અમને લક્ષ્યાંક ચેઝ કરવાનું વધુ ગમશે.' હરમનપ્રીતનો આ અભિપ્રાય બોલરે યોગ્ય ઠરાવ્યો હતો અને છેલ્લે ખુદ હરમનપ્રીતે દીપ્તિ સાથે મળીને ભારતની નૌકા હેમખેમ પાર કરાવી હતી.