નવી દિલ્હીઃ આગામી 30મી ઑક્ટોબરે હૉન્ગ કૉન્ગમાં છ-છ ખેલાડી વચ્ચેની છ-છ ઓવરની `હૉન્ગ કૉન્ગ સિક્સીસ' નામની જે ટૂર્નામેન્ટ શરૂ થશે એમાં ભારતીય ટીમનું સુકાન પીઢ પેસ બોલર ભુવનેશ્વર કુમારને સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2026ની આઇપીએલમાં ભુવી કુલ 28 વિકેટ સાથે કૅગિસો રબાડા (29 વિકેટ) પછી બીજા નંબરે હતો. ભુવનેશ્વર (BHUVANESHWAR) ભારત વતી છેલ્લે 2022માં (ચાર વર્ષ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20માં) રમ્યો હતો.
હૉન્ગ કૉન્ગ સિક્સીસ (Hong Kong Sixes) ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં ભુવીના નેતૃત્વમાં રમનારા ખેલાડીઓમાં કૃણાલ પંડ્યા, શશાંક સિંહ, રાહુલ તેવાટિયા, નિતીશ રાણા, રાહુલ ત્રિપાઠી અને ટી. નટરાજનનો સમાવેશ છે. શશાંક અને તેવાટિયાને બાદ કરતા બાકીના ખેલાડીઓ ભારત વતી રમી ચૂક્યા છે.
STACKED! 🔥 Maximum format. Maximum firepower. Team India is locked, loaded, and ready to take over the Hong Kong Sixes! 🇮🇳💥 #TurnItUpToSix #HongKongSixes https://t.co/aNSKqkDfd1
— Cricket Hong Kong, China (@CricketHK) October 5, 2026
ભારતીય ટીમના તમામ સાત ખેલાડી હજી નિવૃત્ત નથી થયા અને એમાંથી કોઈને કોઈ પ્લેયરને કોઈ પણ ફૉર્મેટની ભારતીય ટીમમાં જગ્યા મળી શકે એમ છે. હૉન્ગ કૉન્ગ સિક્સીસ ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીઓ, વિસ્ફોટક બૅટિંગ માટે જાણીતા બૅટ્સમેનો, ઑલરાઉન્ડર્સ અને સ્પેશ્યાલિસ્ટ બોલર્સનો સમાવેશ છે. ભુવી અને કૃણાલ પંડ્યા આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
The draw is done. The battle lines are drawn. 📋🔥 Which group are you watching? Fixtures drop next 👀 #TurnItUpToSix #HongKongSixes https://t.co/6WbAWJmvDC
— Cricket Hong Kong, China (@CricketHK) October 2, 2026
2025માં હૉન્ગ કૉન્ગ સિક્સીસ ટૂર્નામેન્ટ પાકિસ્તાને ફાઇનલમાં કુવૈતને હરાવીને જીતી લીધી હતી. જોકે આ વખતે ભારતીય ટીમ ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ છે. આ વખતની આ ટૂર્નામેન્ટની ટીમોમાં ભારત, પાકિસ્તાન અને હૉન્ગ કૉન્ગ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, યુએઇ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓમાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ છે. ભારત અને પાકિસ્તાનને ગ્રૂપ-સીમાં રાખવામાં આવ્યા છે.