Mon Sep 07 2026

Logo

લૉર્ડ્સ ટેસ્ટમાં બ્રિટિશરોના 140 રન બાદ કિવીઓનો પણ ધબડકો

London   2026-06-04 22:41:31
Author: Ajay Motiwala
લૉર્ડ્સ ટેસ્ટમાં બ્રિટિશરોના 140 રન બાદ કિવીઓનો પણ ધબડકો

લંડનઃ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ગુરુવારે સિરીઝની જે પ્રથમ ટેસ્ટ મૅચ (Rest match) શરૂ થઈ એમાં બન્ને ટીમે મુસીબત જોવી પડી હતી.

પહેલાં તો બેન સ્ટૉક્સના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 140 રનમાં આઉટ થઈ ગઈ હતી. હૅરી બ્રૂકના 56 રન હાઇએસ્ટ હતા. છ ખેલાડી સિંગલ ડિજિટમાં જ રન બનાવી શક્યા હતા.

ટેસ્ટના પહેલા જ દિવસે બ્રિટિશ બૅટ્સમેનોએ કિવી (Kiwis) બોલર્સ સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. વરસાદના વિઘ્નની આ ટેસ્ટ પર થોડી અસર થઈ, પરંતુ ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીત્યા પછી ફીલ્ડિંગ લેવાના પોતાના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો. પેસ બોલર કાઇલ જૅમીસનને પાંચ, વિલ ઑરુરકે બે અને નૅથન સ્મિથે ત્રણ વિકેટ લીધી હતી.

ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં ફક્ત બે રનમાં પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને એ ત્રણેય વિકેટ ઇંગ્લૅન્ડના ઑલી રૉબિન્સને લીધી હતી. ડેવૉન કૉન્વે (એક રન) તથા કેન વિલિયમસન (0) અને રચિન રવીન્દ્ર (0) આઉટ થઈ ચૂક્યા હતા.