કીવઃ રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યૂક્રેન એક ચિત્ર-વિચિત્ર પગલા લેવા પર વિચાર કરી રહ્યું છે. યૂક્રેની સાંસદ યારોસ્લાવ જેલેજનિયાક દ્વારા રજૂ કરવામાં આવેલા એક નવા વિધેયક (બિલ) હેઠળ દેશમાં પોર્નોગ્રાફીને કાનૂની માન્યતા આપવાની યોજના છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અનુસાર, યૂક્રેની સાંસદ અને સંસદની નાણા સમિતિના અધ્યક્ષ યારોસ્લાવ જેલેજનિયાક દ્વારા સમર્થિત આ બિલમાં કહેવાયું છે કે એડલ્ટ ઇન્ડસ્ટ્રીને કાયદા હેઠળ લાવવાથી દેશને લગભગ 25 મિલિયન ડોલરની ટેક્સ (રેવન્યૂ) મળી શકે છે. આ ટેક્સનો ઉપયોગ સેના માટે 30,000 યુદ્ધક ડ્રોન ખરીદવામાં કરી શકાય છે.
7 વર્ષની સજાની જોગવાઇ
યૂક્રેનમાં વર્તમાન કાયદા હેઠળ એડલ્ટ કન્ટેન્ટ (અશ્લીલ સામગ્રી) નું નિર્માણ, ભંડારણ કે વિતરણ સંપૂર્ણ રીતે ગેરકાયદે., જેના માટે 7 વર્ષની જેલની સજાની જોગવાઇ છે. તેમ છતાં પોલીસ ભ્રષ્ટાચારની આડમાં આ ઉદ્યોગ સતત વિસ્તરી રહ્યો છે.
ટેક્સ ચૂકવવા પર પણ જેલનું જોખમ
યૂક્રેનને ટેક્સ અધિકારીઓ હાલમાં જ એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સથી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. જો કે, આનાથી ક્રિએટર્સની સામે એક વિચિત્ર અને હાસ્યાસ્પદ ધર્મસંકટ ઉભું થઇ ગયું છે.
સંસદની નાણાકીય સમિતિના અધ્યક્ષ યારોસ્લાવ જેલેનિયાકે આ સ્થિતિને રેખાંકિત કરતા કહ્યું , "આ મહિલાઓ ક્યાં તો ટેક્સ ન ચૂકવીને અપરાધ કરે છે અથવા તો ટેક્સ ચૂકવીને પોતાને અશ્લીલતા કાયદા હેઠળ ફસાવી લે છે. આ એક હાસ્યાસ્પદ અને દુઃખદ સ્થિતિ છે."
મહત્વપૂર્ણ છે કે રશિયાના સંપૂર્ણ રીતે આક્રમણ પહેલા યૂક્રેની અધિકારી એડલ્ટ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટાભાગે અવગણતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ચુકી છે.
20,000 ડોલરની લાંચ
જનરલ પ્રોસિક્યૂટર કાર્યાલયના ખુલાસા અનુસાર 3 અલગ અલગ ક્ષેત્રોના અધિકારીઓએ પોલીસ કાર્યવાહીથી બચવા માટે અંદાજે 20,000 ડોલર સુધીની લાંચ લીધી હતી. ફેનિક્સ ઇન્ટરનેશનલના આંકડા અુનસાર વર્ષ 2023માં 7,900થી વધુ યૂક્રેનિયને આ પ્લેટફોર્મ દ્વારા 131 મિલિયન ડોલરથી વધુની કમાણ કરી.