દુબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાની કારકિર્દી પૂરી થવાને હજી ઘણા વર્ષો બાકી છે ત્યારે તે અત્યારથી જ બૅટિંગ-લેજન્ડની હરોળમાં ગણાવા લાગી છે અને આવી સમયે જો કોઈ તેની ટીકા કરે એ તેના ચાહકોથી સહન ન થાય એ સ્વાભાવિક છે. સ્મૃતિ (Smriti)નો અત્યારે સુવર્ણકાળ ચાલે છે, કારણકે હજી ગયા અઠવાડિયે તે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ 10,880 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બની તેમ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે સૌથી વધુ 18 સેન્ચુરીનો વિશ્વ વિક્રમ પણ પોતાના નામે કરી લીધો છે.
જોકે ભારતની જ ભૂતપૂર્વ ક્રિકેટર અંજુમ ચોપડાએ શનિવારે પાકિસ્તાન સામેની મૅચમાં ફક્ત નવ રન બનાવીને એલબીડબ્લ્યૂમાં આઉટ થનાર સ્મૃતિની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ શનિવાર પહેલાંની બન્ને મૅચમાં રનઆઉટ થઈ હતી. જોકે ગુરુવારે તેણે હૉન્ગ કૉન્ગ સામે 64 બૉલમાં સાત છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.
This is some crazy level of hatered against Smriti my god she was talking directly or indirectly about her the whole time today
— peter pan (@smritizzn) September 5, 2026
Smriti my baccha I'm just sending you power and prayers let's be strong pic.twitter.com/SGDSd3BiKH
અંજુમ ચોપડા (Anjum Chopra) 49 વર્ષની છે. તે 1995થી 2012 સુધીમાં ભારત વતી 12 ટેસ્ટ, 127 વન-ડે અને 18 ટી-20 રમી હતી અને કુલ 3,500થી પણ વધુ રન બનાવ્યા હતા. હવે તે કૉમેન્ટેટર છે.
શનિવારે પાકિસ્તાન સામે ભારતે માત્ર 56 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં સ્મૃતિ સહિતની ત્રણ વિકેટ ગુમાવી હતી. ભારતની જીત બાદ અંજુમે ભારતીય બૅટિંગ લાઇન-અપની ટીકા કરવાની સાથે સ્મૃતિને નિશાન બનાવી હતી. સ્મૃતિએ જે પ્રથમ બૉલનો સામનો કર્યો એમાં તેને જીવતદાન મળ્યું હતું. કૉટ બિહાઇન્ડની અપીલ અમ્પાયરે ઠુકરાવી દીધી હતી. અંજુમ ચોપડાએ કૉમેન્ટરી બૉક્સમાંથી કહ્યું, `ભારતે (ટીમ મૅનેજમેન્ટે) પોતાની બૅટર્સ કેવી રીતે આઉટ થઈ જતી હોય છે એ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. જે બૅટરે પાછલી મૅચમાં સેન્ચુરી કરી હોય તે દાવના પહેલા જ બૉલમાં `આઉટ' થઈ જાય એ બહુ ખરાબ કહેવાય. અમ્પાયર (બૅટની કટનો) અવાજ ન સાંભળી શક્યા એ અલગ વાત છે, પરંતુ અમે તો અવાજ સાંભળ્યો જ હતો. અમારી પાસે પણ માઇક છે.'
A familiar conversation before a record-breaking knock
— BCCI Women (@BCCIWomen) September 4, 2026
Smriti Mandhana Jemimah Rodrigues #TeamIndia | #INDvHK | #WomensAsiaCup pic.twitter.com/D8EXQuQKbz
જોકે સ્મૃતિના ચાહકોએ અંજુમને વખોડી છે. કેટલાક ચાહકોનું માનવું છે કે સ્મૃતિ માત્ર એક મૅચમાં નિષ્ફળ ગઈ એટલે તેને વખોડવાનું શરૂ ન કરી દેવાય. આ ટૂર્નામેન્ટમાં તેની જે અસર જોવા મળી છે એ અપ્રતિમ છે. પીટર પૅન નામના અકાઉન્ટ પરથી સ્મૃતિના ચાહકે લખ્યું છે, `સ્મૃતિની આ તે કેવી નફરત? ઓહ માય ગૉડ! સ્મૃતિ બચ્ચા, તું પછીની મૅચોમાં બહુ બધી ઊર્જાથી રમજે એવી મારી શુભેચ્છા છે અને તારા માટે હું ખૂબ પ્રાર્થના પણ કરું છું.'
વિપુલ પટેલ નામના ક્રિકેટપ્રેમીએ `એક્સ' પર લખ્યું, `તેની (અંજુમની) વાત સાવ ખોટી છે. સ્મૃતિએ કંઈ વિકેટ ફેંકી નહોતી દીધી. મને લાગે છે કે આ એક પ્રકારની ઇર્ષ્યા છે.'