Tue Oct 06 2026

Logo

ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા પૂર્વે અનન્યા બાંગડ જોવા મળી બીચવેરમાં, જુઓ ક્રેઝી અવતાર

2026-09-06 21:35:01
Author: Mumbai Samachar Team
ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા પૂર્વે અનન્યા બાંગડ જોવા મળી બીચવેરમાં, જુઓ ક્રેઝી અવતાર

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગડની દીકરી અને ક્રિકેટર અનન્યા બાંગડ પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અનન્યા સોશિયલ મીડિયા પર પોતાના બીચ ડે આઉટની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. લાલ રંગના બીચવેરમાં યામાહા જેટ સ્કી પર પોઝ આપતી અનન્યાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.  

અનન્યાએ પોતાની સોસોયલ મીડિયા પોસ્ટની સાથે પોતાના જીવન અને બોડી અંગેની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જે શરીરને તે અગાઉ ઓળખી શકતી નહોતી, આજે એ જ શરીરમાં પોતાને મેળવીને તે ખૂબ ખુશ છે. તેની આ પોસ્ટ પર ચાહકો તરફથી અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરોની ચર્ચા થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anaya Bangar (@anayabangar)

અનન્યા બાંગડ અગાઉ મુંબઈ અંડર-19 માટે આર્યન બાંગડ તરીકે ક્રિકેટ રમી ચૂકી છે. જેન્ડર ટ્રાન્ઝિશન અને સર્જરી બાદ તે ઓસ્ટ્રેલિયામાં મહિલા કમ્યુનિટી ક્રિકેટ રમવાની મંજૂરી મળવાને કારણે પણ ચર્ચામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સજેન્ડર નીતિ હેઠળ તેને મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે અને તે માર્ચ 2027થી ફૂલ ફલેજમાં ક્રિકેટમાં પરત ફરવાની આશા રાખી રહી છે.

જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયને લઈને વિવાદ પણ થયો હતો. દક્ષિણ આફ્રિકાની જાણીતી મહિલા ક્રિકેટર મારિઝાન કેપે અનન્યાને મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવાના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. કેપનું માનવું છે કે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવી જોઈએ નહીં. બીજી તરફ અનન્યાએ કહ્યું હતું કે આવા નિર્ણયોમાં વ્યક્તિગત અભિપ્રાય કરતાં મેડિકલ ટેસ્ટ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે નિર્ણય લેવો જોઈએ.  

ક્રિકેટને લઈને ચાલી રહેલા આ વિવાદ વચ્ચે અનન્યાની નવી સોશિયલ મીડિયા પોસ્ટે ફરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં તેની બીચ ડે આઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. અનન્યા હવે ક્રિકેટના મેદાન પર પોતાની પ્રતિભા સાબિત કરવા તરફ પણ આગળ વધી રહી છે અને માર્ચ 2027માં સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવાની તેની યોજના પર સૌની નજર છે.