Fri Jun 05 2026

Logo

શિલ્પા શિંદેનો ખુલાસો: 'ખોટા આક્ષેપો કર્યા હતા, ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવા માંગતી હતી'

2026-06-04 19:26:27
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'ભાભીજી ઘર પર હે' સિરિયલથી જાણીતી બનેલી અભિનેત્રી શિલ્પા શિંદે આજકાલ ચર્ચમાં છે. હાલમાં જ સોશ્યિલ મીડિયા પર તેનો એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો છે, જેને કારણે તે ટ્રોલિંગનો પણ શિકાર બની છે. ખોટા હેરેસમેન્ટના આરોપો કબૂલ્યા પછી ટ્રોલ થઈ રહેલી શિલ્પા શિંદેએ હિના-પૂજા નામ પર નિશાન સાધતા જડબાતોડ જવાબ આપ્યો છે. તેમના પર નિશાન સાધતા કહ્યું છે કે મને ઉકસાવવામાં આવે નહીં, કારણ કે આજે અનેક વાત સાબિત કરી શકે છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિલ્પા શિંદે દ્વારા એક બનાવટી વાત કહેવામાં આવી હતી, જે વાતને બાદમાં તેણે નકારી કાઢી હતી. જેના કારણે તેની ઓનલાઇન જોરદાર ટીકા કરવામાં આવી હતી. શિલ્પા શિંદેએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે, આખો પોડકાસ્ટ જોયા વગર એક લાઈન પર ધારણા બાંધવી એ પીઆર ટીમની એક ગંદી રીત છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તેની ટિપ્પણીને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી હતી. બાદમાં તેનું સમર્થન કરનારા ચાહકોનો આભાર પણ માન્યો હતો. પણ વિવાદની શરૂઆત ત્યારે થઈ છે, જયારે એક પોડકાસ્ટમાં ગઈ હતી. આ પોડકાસ્ટમાં તેને 'ભાભીજી ઘર પર હે'ના શૂટિંગ દરમિયાન થયેલા પોતાના અંગત અનુભવો અને જીવનમાં આવેલો મુશ્કેલ સમય જયારે તેને ઘણું વેઠવું પડ્યું હતું આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. 

શિલ્પાએ ખોટું બોલ્યાનું સ્વીકાર્યું

તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું કે 'ભાભીજી ઘર પર હે ' સિરિયલના પ્રોડ્યૂસર પર તેણે જે તે સમયે  ખોટા આક્ષેપો લગાવ્યા હતા, જેથી તેના પોતાના પર લગાડવામાં આવેલા આરોપોથી લોકોનું ધ્યાન હટી શકે અને કાયદેસરની કાર્યવાહીથી પણ બચી શકે. તેના મતે તેના પર લગાડવામાં આવેલા દરેક આક્ષેપો એક ષડયંત્ર હતું. જેના કારણે તે કાબુમાં રહી શકે અને જો તે આ કામ છોડી દે તો તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ અન્ય વ્યક્તિ કામના આપે, એમ જણાવ્યું હતું.

ટ્રોલિંગથી પરેશાન શિલ્પા શિંદે 

શિલ્પાએ ઓનલાઇન ટ્રોલર્સને સવાલો પણ કર્યા હતા કે  કેમ લોકો તેના અંગત જીવન પર ટિપ્પણીઓ કરી રહ્યા છે , તેઓ પોતાની જિંદગી પર ધ્યાન આપે, બાદમાં તેણે પીઆર ટીમ પર રોષ ઠાલવતા કહ્યું હતું કે 'જેવું વાવશો એવું લણશો', મેં પૈસા માટે આ બધું નથી કર્યું, મેં તો શૉ છોડી દીધો હતો. મારી સાથે જે થયું હતું એ ભગવાન ના કરે કે તમારા કોઈ કુટુંબી સાથે થાય , એ કેવો કપરો સમય હતો, તેની મને જ ખબર છે .'

અસત્ય સાથે જીવવું મુશ્કેલ હતું 

શિલ્પાએ આગળ કહ્યું હતું કે  લોકો એ વાત થી દુઃખી છે, કે જે માણસ સાચું બોલી રહ્યો છે , તેની સાથે તમે ખોટું કેમ બોલી રહ્યા છો? મને ખબર હતી કે આવું જ થવાનું છે. કેમ કે દુનિયા ક્યારેય કોઈ સારી વસ્તુની પ્રશંસા કરતી નથી. મેં 10 વર્ષ બાદ જ આ શૉ કરી લીધો હતો. હું પોતાની જ નજરમાં ઉતરી ગઈ હતી. કારણકે તે એક જુઠ્ઠાણું હતું. હું એ જુઠ્ઠાણાં સાથે જીવી શકતી નહોતી. મારે આજે નહી તો કાલે આ વાત તમારા સમક્ષ કરવાની હતી.

કરવા માંગતી હતી આત્મહત્યા 

શિલ્પાએ વધુમાં કહ્યું હતું કે મેં આ બધું પૈસા માટે નહોતું કર્યું , મેં તો શૉ પણ છોડી દીધો હતો.  બિગબોસ શૉમાં પણ હું એક વ્યક્તિને મળી હતી તેણે મને કહ્યું હતું કે મારા પિતાએ આત્મહત્યા હતી કેમ કે તેમની સાથે તેમના કામ કરવાની જગ્યા પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. હું પણ એવું જ કરવા જઈ રહી હતી. હું એક સ્યુસાઇડ નોટ લખી રહી હતી એ સમયે બીગબૉસનો વીડિયો મળ્યો હતો. તમે મારા માટે એક પ્રેરણા છો. હું તમારા લીધે જીવિત છુ. મારી પાસે બીજો કોઈ માર્ગ નહોતો. જયારે તમે સાચા હોવ ત્યારે તમને કોઈ વાતનો ડર હોતો નથી. એટલે હું આજે પણ ડરી રહી નથી. એ સમયે પણ કોઈએ મારો સાથ આપ્યો નહોતો અને આજે પણ આશા નથી. હું બધું સહન કરવા માટે તૈયાર છું. મને કોઈ ફર્ક પડતો નથી.'

એની સાથે શિલ્પા શિંદેએ હીના સહિત અન્ય સેલેબ્સની ઝાટકણી કાઢી હતી. શિલ્પા કહ્યું હતું કે ચાલતી ટ્રેનમાં ચઢશો નહીં તમને વાગી જશે. પબ્લિસિટી માટે તમારી પાસે પોતાની બીમારીઓ છે. ઘરના લોકો જ મૃત્યુ પામ્યા છે અને એ પણ મુશ્કેલી છે, ત્યારે તમને લોકોને અત્યારે શિલ્પા જોઈએ છે. તમે લોકો તો પહેલાથી ફેમસ છો. જૂની વાતો ઉખેડશો નહીં.