નાગપુર: દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET માં થયેલી કથિત ધાંધલી અને પેપર લીક થયું તેને લઈને લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે. પેપર લીક થયું તેના કારણે 2 વિદ્યાર્થીનો જીવ લીધો છે. મધ્ય પ્રદેશના મૌગંજ જિલ્લાની વતની અને નાગપુરમાં રહીને NEET ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદી એ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આકાંક્ષાને પરીક્ષામાં સફળ થવાનો પૂરો ભરોસો હતો, પરંતુ પેપર લીકના સમાચારો આવ્યા બાદ તે એટલી હદ સુધી ભાંગી પડી કે તેણે આ અંતિમ પગલું ભરી લીધું.

માતા-પિતા પુત્રીને ડોક્ટર બનાવવાનું સપનું જોતા હતા
આકાંક્ષાના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે દેશના પરીક્ષા તંત્ર અને ભ્રષ્ટ સિસ્ટમ સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. આકાંક્ષા એક ગરીબ ખેડૂત પરિવારની દીકરી હતી. તેના પિતા કૃષ્ણ કુમાર ચૌબે મૂળ મૌગંજના મગનિયા ગામના ખેડૂત છે, પરંતુ બાળકોના ભવિષ્ય માટે તેઓ નાગપુરમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. આકાંક્ષા નાગપુરમાં રહીને પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 'ફિઝિક્સ વાલા' માધ્યમથી નીટની તૈયારી કરી રહી હતી.
નીટ પેપર લીક થયાની જાણ થતા આકાંક્ષા ચિંતિત રહેવા લાગી
પરિવારના જણાવ્યા અનુસાર, પરીક્ષા આપ્યા બાદ આકાંક્ષા ખૂબ ખુશ હતી અને તેને ખાતરી હતી કે આ વખતે તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે. પરંતુ જેવી નીટ પેપર લીકની ખબરો વહેતી થઈ, તે ઊંડા આઘાત અને ડિપ્રેશનમાં સરી પડી હતી. તેણે ખાવા-પીવાનું છોડી દીધું હતું અને આખરે 20 મે 2026ના રોજ પોતાના રૂમમાં પંખા સાથે લટકીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
आकांक्षा डॉक्टर बनकर देश और समाज की सेवा करना चाहती थी। आकांक्षा के पिता किसान हैं। बेटी के डॉक्टर बनने के सपने के लिए किसान क्रेडिट कार्ड पर ₹3 लाख का कर्ज़ लिया। और नागपुर में खुद कुक की नौकरी कर ली, ताकि बेटी वहाँ coaching कर सके।
— Rahul Gandhi (@RahulGandhi) June 4, 2026
एक पिता ने जो कर सकता था, सब किया।
फिर NEET… https://t.co/yaIHayXfrG
દીકરીને ડોક્ટર બનાવવા માટે આ ગરીબ પરિવારે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા 3 લાખની લોન લીધી હતી અને અન્ય સગા-સંબંધીઓ પાસેથી પણ ઉધાર પૈસા લીધા હતા. મહેનત પાણીમાં ગઈ હોવાના ડર અને સિસ્ટમની બેદરકારીએ આ માસૂમનો ભોગ લીધો છે, તેવું પરિવારે આક્ષેપ લગાવ્યો છે. આ દુઃખદ ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકારણ પણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને આ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમતા માફિયાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
2.5 લાખની આર્થિક સહાય આપવામાં આવી
NSUI દ્વારા પીડિત પરિવારને સત્વરે 2.5 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. આ સાથે પિતાએ જે કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લોન લીધી હતી તેને પણ ભરી આપવાનું NSUI દ્વારા વચન આપવામાં આવ્યું છે. નીટનું પેપર લીક થયું જેના કારણે પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થઈ તેના કારણે એક બે નહીં પરંતુ 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ પ્રભાવિત થયાં છે. અત્યારે શિક્ષણ પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી પણ માંગણીઓ કરવામાં આવી રહી છે.