Sun Sep 06 2026

Logo

પાલઘરમાં પાલિકાનો ક્લર્ક 10 હજાર રૂપિયાની લાંચ લેતાં પકડાયો

2026-06-03 17:48:00
Author: Yogesh D. Patel
પાલઘરમાં પાલિકાનો ક્લર્ક 10 હજાર રૂપિયાની લાંચ લેતાં પકડાયો

થાણે: પાલઘર જિલ્લામાં વસઇ વિરાર પાલિકાના ક્લર્કની કથિત જમીન અતિક્રમણના મામલામાં કાર્યવાહી શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચ માગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી દિલીપ લક્ષ્મણ લોખંડે (52) સાતિવલી, જી-વોર્ડની ઓફિસમાં કાર્યરત હતો.

એસીબી થાણે યુનિટના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ દાદારામ કારાંડેએ ફરિયાદી જમીનની પાવર ઓફ એટર્ની ધરાવતો હતો અને એક વ્યક્તિએ જમીન પર અતિક્રમણ કરી વૃક્ષો કાપી નાખ્યાં હતાં, જેને પગલે ફરિયાદીએ પાલિકાના ક્લર્કનો સંપર્ક સાધ્યો હતો. 

દિલીપ લોખંડેએ નોટિસ જારી કરવા અને કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને અધિકારીઓએ મંગળવારે છટકું ગોઠવીને લોખંડેને લાંચ સ્વીકારતાં પકડી પાડ્યો હતો. 

લોખંડે વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)