Sun Sep 13 2026

Logo

કપરાડાના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત...

2026-02-20 21:36:00
Author: Devayat Khatana
કપરાડાના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત...

(અમારા પ્રતિનિધિ તરફથી)
કપરાડાઃ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ હતી. 

ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર રહેલા પરિવારના સભ્યો ચગદાઈ જતા  મોત નિપજ્યું હતું.  આંબા જંગલ ગામના એક જ પરિવારના સામૂહિક મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામૂહિક મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતું અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.